રઝળપાટ: ​​​​​​​દાહોદના લીમખેડામાં ટેસ્ટીંગ બુથ પર રેપીડ કિટ ખૂટી પડતા લોકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

લીમખેડામાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેપિડ ટેસ્ટ સેન્ટરમાં કીટ ખુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા ટેસ્ટિંગ બુથ ઉપર વહેલામાં વહેલી તકે ટેસ્ટિંગ કીટ ફાળવવામાં આવે તેવી લાગણી અને માગણી ઉઠી રહી છે.

રેપિડ ટેસ્ટ કિટ ખુટી જતા લોકોને રઝળવાનો વારો આવ્યો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પણ કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે. સરકારી પીએચસી સેન્ટર સહિત સરકારી દવાખાના તેમજ ટેસ્ટિંગ બુથ ખાતે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટી રહ્યા છે. ત્યારે લીમખેડામાં બસ સ્ટેશનની સામે આવેલ રેપિડ ટેસ્ટ સેન્ટર ખાતે ગઈકાલથી રેપિડ ટેસ્ટ કિટ ખુટી જતા લોકોને રઝળવાનો વારો આવી રહ્યો છે. એક ટેસ્ટ કરાવવામાં આવેલ મહિલાના જણાવ્યા અનુસાર, છેલ્લા બે – ત્રણ દિવસથી તેઓ ધરમના ધક્કા ખાઇ રહ્યાં છે.

કર્મચારીએ કહ્યું ગઈકાલથી રેપિડ ટેસ્ટ કિટ ખૂટી ગઈ છે

પરંતુ ટેસ્ટ કિટ ખુટી જવાના કારણે આજદીન સુધી તેઓને રિપોર્ટ મળ્યો નથી અને તેઓના પતિ પણ કોરોના પોઝિટિવ હોય પોતાનો રિપોર્ટ કરાવવો આવશ્યક જણાતા તેઓ છેલ્લા બે – ત્રણ દિવસથી લીમખેડાના ટેસ્ટિંગ બુથ ખાતે ધક્કા ખાઇ રહ્યાં છે. આ બાબતે ટેસ્ટિંગ બૂથ પર હાજર આરોગ્ય મહિલા કર્મચારીના જણાવ્યા અનુસાર, ગઈકાલથી રેપિડ ટેસ્ટ કિટ ખૂટી ગઈ છે.

આજે જે કિટ આવી તે 95 છે. કિટ આવી જાય તો વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ ઉપસ્થિત આરોગ્ય મહિલા કર્મચારી દ્વારા જણાવાયું છે ત્યારે બીજી તરફ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર આ લીમખેડાના રેપિડ ટેસ્ટ બુથ ઉપર તાત્કાલિક ટેસ્ટીંગ કિટ ફાળવવામાંઆવે તેવી સ્થાનિકો સહીત દર્દીઓમાં લાગણી અને માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: