રજૂઆત: દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળે વિવિધ પ્રશ્નો મામલે પ્રભારી મંત્રીને રજૂઆત કરી
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- આશ્રમશાળા અને છાત્રાલય સંબંધિત સમસ્યાઓના નિરાકરણની માંગ કરાઇ
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને લેખિત રજૂઆત કરવામા આવી હતી. છાત્રાલયો અને આશ્રમશાળાઓના વિવિધ પ્રશ્નો અન્વયે નિરાકરણ માટે આદિજાતિ મંત્રીને માહિતગાર કર્યા હતા.
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, છાત્રાલયના કર્મચારીઓની નિમણુંક ગુજરાત સરકારના શિક્ષણ મજુર વિભાગના ઠરાવ મુજબ નિયમોનુસાર કરવામાં આવે, સરકારના 1969ના ઠરાવ પૈકી અનુસુચિ-ઝ મુજબ ગૃહપતિના ફરજ કાર્યા અને સત્તાઓ સરકારએ નક્કી કરેલા છે તે મુજબ છાત્રાલયના કર્મચારી 24 કલાક સ્થળ પર હાજર રહી નિયમીત કામગીરી કરે છે, સરકારના લઘુત્તમ વેતન ધારા કરતાં તદ્દન ઓછુ ફિક્સ વેતન આપવામાં આવે છે.
સરકારના લઘુત્તમ વેતન ધારાનો પણ અમલ કરવામાં આવતો નથી, ગ્રાન્ટ ઈન એઈડ કોડમાં ફરજ બજાવતાં સરકારના તમામ વિભાગના કર્મચારીઓને સરકાર રનિંગ પે સ્કેલ તથા સન્માનજનક ફિક્સ વેતન આપે છે. છાત્રાલયના કર્મચારીઓને પણ તે પ્રમાણે વેતન મળે તેમ કરવા વિનંતી કરવામાં આવી હતી.
આશ્રમશાળા અને છાત્રાલયના 70 વર્ષ જુના જર્જરીત મકાનો રિપેરીંગ તથા નવા બાંધકામ કરવા સરકાર ગ્રાન્ટ ફાળે, આશ્રમશાળાઓના ઢાંચામાં પ્રથમ અને બીજા યુનિટના મકાનો સિવાય વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગખંડની વ્યવસ્થા નથી. આશ્રમશાળાની મુલાકાતે આળતાં અધિકારીઓ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડોની માંગણી કરે છે તો વર્ગખંડો માટે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે તે માટે ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે.
સંચાલક મંડળ સંચાલિત આશ્રમશાળાઓમાં એકજ યુનિટના મકાનો માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળેલ છે. સંખ્યાના હિસાબે બે યુનિટના મકાનો હોવા જોઈએ, બીજા યુનિટના મકાન માટે ગ્રાન્ટ નથી તેથી ધોરણ 1થી 8ના બાળકો માટે રહેઠાણની સમસ્યા સર્જાઈ છે તો ઉંડાણના વિસ્તારમાં આવેલા આદિવાસી બાળકો માટેની આશ્રમશાળાઓને બીજા યુનિટના મકાનો બાંધવા ગ્રાન્ટની ફાળવણી કરે તે માટે વિનંતી કરવામાં આવી હતી.
શૈક્ષણિક ખાલી જગ્યાઓ ભરવા માટે પુર્વ મંજુરી આપવા અને આ અંગેના વિધિસર હુકમો કરકવા, પ્રવાસી શિક્ષકો કાર્ય પુરતાં રોકવામાં આવે છે જે 11થી 5 ફરજ બજાવે છે અને રાત્રી રોકાણ ન કરે, ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી માટે સમીતી બનાવીને ચોથા વર્ગના કર્મચારીઓ જેવા કે, રસોયા, રસોયા નોકર, ચોકીદાર, કમાઠી કે, પટ્ટાવાળા અને કારકુનની ભરતી કરવા સહિતના અનેક પ્રશ્નોની આજરોજ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed