રજૂઆત: હિરોલાના પ્રત્યેક ઘરને પાણીનો લાભ આપવા માટે આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પખવાડિયામાં માગ પૂર્ણ ન થાય તો આંદોલન

દાહોદ જિલ્લાના 57 ગામોના 31977 મકાનોને 29.64 કરોડના ખર્ચે નલ સે જલ યોજનામાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજનામાં હિરોલા ગામને બાકાત રાખતા હિરોલાના લોકો દ્વારા સંજેલી મામલતદાર કચેરી ખાતે પી.આઈ પટેલને હિરોલાના ગ્રામ જનો દ્વારા આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ જૂથ યોજનામાં હાફેશ્વર,કંજેટા, પીપેરો, ભાણાસીમલ, માછણનાળા, હિરોલાવગેરે સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

​​​​​​​હિરોલા પાણી પુરવઠા યોજનાને સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે છતાં પણ હિરોલા ગામના પ્રત્યેક ઘર ને લાભ ન મળે તેવું આયોજન હોઈ ગ્રામજનોએ આસપાસ ના પ્રત્યેક ઘર ને લાભ મળે તે માટે રજુઆત કરી હતી. કોચર ફળિયું 1 માં જે પાણી ની ટાંકી બનાવેલ છે.તેનાથી માત્ર થોડાકજ લોકોને લાભ મળે તેવું છે આથી પ્રત્યેક ઘરોમાં નલ સે જલ યોજના હેઠળ લાભ મળે તે માટેની રજુઆત કરવામાં આવી છે. 15 દિવસમાં માંગ પુરી ના થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: