રજૂઆત: સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા પાન-પડીકીના સંગ્રહથી રોષ ફેલાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા પાન-પડીકીના સંગ્રહથી રોષ ફેલાયો
સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા તકનો લાભ ઉઠાવી પાન પડીકી સંગ્રહ કરી કાળાબજાર કરાતા સંજેલીના છૂટક વેપારી દ્વારા મામલતદારને લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચ્યો હતો. સંજેલીમાં વિમલ પાન પડીકી મસાલાના હોલસેલ વેપારી દ્વારા જથ્થાનો સંગ્રહ કરી કાળાબજાર કરાતા એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતા હોવાથી છૂટક વેપારી મુકેશકુમાર નંદકિશોર પુરોહિતે મામલતદારને લેખીત રજુઆત કરી કે, કોરોનામાં જનતાને જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ વિમલ તમાકુ પાન મસાલાના શોખીનને તેમજ નાના નાના છુટક રોજગાર ધંધો કરી રોજી રોટી મેળવતા પાન ગલ્લાના વેપારીઓને ગ્રાહકોને સમયસર એમઆરપી ભાવે પૂરતો જથ્થો મળી રહે તે ઇચ્છનિય છે.
હોલસેલ વેપારીઓના ગોડાઉન તેમજ આવક જાવકના રજીસ્ટરો ચેક કરે જેથી જનતાને દરેક વસ્તુ સરળતાથી મળી રહે તેમજ આવા કાળાબજાર કરનાર જથ્થાબંધ વેપારીઓ સામે કાર્યવાહી કરે તેવી સંજેલીના જાગૃત વેપારી દ્વારા મામલતદાર ને લેખીત રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લોકડાઉનની આશાએ સંગ્રહ
બીજા તબક્કામાં ફરી લોકડાઉન થશે અને લાખો રુપિયા કમાશો તેવા આશયથી જથ્થાબંધ વેપારીઓ દ્વારા ગોડાઉનોમાં તમાકુ-પડીકીનો માલ ભરી દઈ નાના વેપારીઓને સ્ટોક નથી તેવો જવાબ આપી રહ્યાં છે. ગ્રાહકો પાસેથી 1 પડીકીના રૂા. 7 વસૂલી રહ્યાં છે.>મુકેશભાઈ પુરોહિત, દુકાનદાર
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed