રજૂઆત: ફતેપુરામાં સરકારી જગ્યામાં કરેલા દબાણો દૂર કરી કસૂરવારો સામે કાર્યવાહીની માગ

ફતેપુરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
પંચાયત વિસ્તારમાં પણ ઠેર ઠેકાણે દબાણો કરાયા છે. - Divya Bhaskar

પંચાયત વિસ્તારમાં પણ ઠેર ઠેકાણે દબાણો કરાયા છે.

  • કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર અપાયું : નિષ્ફળ પંચાયતને બરતરફ કરવા પણ માગ

ફતેપુરામાં સરકારી તેમજ પંચાયત હસ્તકની જગ્યાઓમાં જમીન દલાલો દ્વારા બે ફામ ગેરકાયદેસર રીતે દબાણો કરાતા ફતેપુરાના લોકો દ્વારા આ દબાણો ખુલ્લા કરવાની માંગ સાથે તેમજ થયેલ દબાણ અટકાવવામા નિષ્ફળ ગયેલ પંચાયતને બરતરફ કરવાની માંગ સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણીને સંબોધતુ આવેદનપત્ર પત્ર આજરોજ ફતેપુરા મામલતદાર ને આપવામાં આવ્યું છે.

આવેદનપત્ર પત્રમાં જણાવાયુ હતું કે, ફતેપુરા મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી, આઇ સી ડી એસ વિભાગ,એ ટી વી ટી વિભાગ કચેરીઓ જે જગ્યામાં આવેલ છે તે જગ્યા અને સર્વે નંબરમાં સરકારની કચેરીઓએ જેટલી જગ્યા રોકી તેનાથી વધું જગ્યામાં લોકોએ બાંધકામો કર્યા છે. કોમ્પલેક્ષ બનાવી સરકારી જગ્યા પચાવી પાડી છે.

ફતેપુરામાં તેની આજુબાજુમાં આવેલ સરકારી તેમજ ગોચર જગ્યાઓમાં જમીન માફીયાઓએ મનફાવે તેમ ડુંગરાઓ ખોદી કરોડો રૂપિયાની જગ્યા તળાવની પાળ શેઢાઓ તોડી ગેરકાયદેસર કબજો જમાવ્યો છે ફતેપુરા પંચાયત વિસ્તારમાં પણ ઠેર ઠેકાણે દબાણો કરાયા છે.

સરકારી અધિકારીઓની નાક નીચે થતું દબાણ દુર કરવા પંચાયત વિસ્તારમાં પણ થયેલ બે ફામ દબાણો દૂર કરવામાં પંચાયત પણ નિષ્ફળ ગઇ હોવાથી પંચાયતને બરતરફ કરવા અને કાર્યવાહી કરવા માંગ સાથે ફતેપુરાના પંચાયત સભ્ય દીલીપભાઇ પ્રજાપતિ, પૂર્વ સભ્ય મહંમદરફીક ઇદરીશભાઇ શેખ,યતિનભાઇ દેસાઇએ આ આવેદન આપ્યુ હતું.

આવેદનની કોપી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા,જમીન મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ,પંચાયત મંત્રી જયદ્રથસિહજી પરમાર,દાહોદ કલેક્ટર, દાહોદ જીલ્લા વિકાસ અધિકારી, સહિત પ્રાન્ત અધિકારી ઝાલોદ ફતેપુરાના અધિકારીઓને મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: