રજૂઆત: દાહોદમાં નિવૃત્ત ST કર્મીઓનું પેન્શન વધારા માટે આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 1000 થી 2500 રૂપિયા જ માસિક પેન્શન મળે છે

દાહોદમાં નિવૃત્ત એસટી કર્મીઓએ ગુજરાત મજદુર યુનિયના નેજા હેઠળ કલેક્ટર કચેરીમાં આવેદન આપી તેમના પેન્શન વધારાની માંગણી કરી હતી. આવેદનમાં જણાવાયુ હતું કે છેલ્લા કેટલાયે વર્ષથી નિવૃત્ત એસ.ટી. કર્મચારીના પેન્શનમાં વધારો થાય તેવી રજુઆતો કરી રહેલ છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઇ પણ જાતનો સંતોષ થાય તેવો પ્રત્યુતર મળેલ નથી.

નિવૃત એસ.ટી. કર્મીઓને આ કારમી મોંઘવારીમાં માત્ર રૂ.1000 થી 2500 જેટલુ માસિક પેન્શન ચુકવેે છે જે ખરેખર કુદરતી ન્યાય વિરૂદ્ધ ગણાય. નિવૃત એસ.ટી. કર્મીઓએ હજુ સુધી સરકારની સામે કોઇ પણ જાતના ઉગ્ર આંદોલનો કર્યા નથી તેમજ તેમ કરવાની ચીમકી પણ આપી નથી.

આવા કર્મીઓના પેન્શનમાં તાકીદે વધારો કરી આપવો. જેથી ઉગ્ર આંદોલનો કરવાની ફરજ ન પડે તે અર્થે કર્મીઓને સાથ સહકાર આપી તેમની મુસીબત સમજી પેન્શનમાં વધારો થાય તેમ કરવા નિવૃત્ત એસ.ટી. કર્મીઓની વિનંતી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: