રક્તદાન મહાદાન: દાહોદમા સંત નિરંકારી મિશન દ્વારા કોરોના કાળમાં પણ રક્તદાન શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 70 યુનિટનુ દાન કરાયું કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાની રાખી નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દાહોદ દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજ અને રક્તદાન સેન્ટરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નિરંકારી મિશનના સંતોએ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 70 યુનિટનુ દાન કર્યું હતું.

સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખી નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું હતુ.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરાઇ હતી, જેમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્ર, તથા ઝાયડસ હોસ્પિટલના સીઓઓ ડો. સંજય, ડોક્ટર પી.ડી. મોદી તથા ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. એ પશ્ચાત દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રના હસ્તે રીબીન કાપીને રક્તદાન શિબિરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

આગળની માહિતી આપતા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જએ જણાવ્યું કે, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં 1986થી 2021 સુધી. 6670થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરી 11 લાખ 28 હજાર 800થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ત્રણ લાખથી વધુ માનવ જીવનને ઉગારવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 61 યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમાં ઝાયડસ હોસ્પિટલના સીઓઓએ ડોક્ટર સંજયને દાહોદ ઝોનલ ઇન્ચાર્જનુ શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને નિરંકારી મિશનનો આભાર વ્યક્ત કર્યો.

એમને જણાવ્યું હતુ કે, સંત નિરંકારી મિશનને જ્યારે પણ લોહીની જરૂર પડશે ત્યારે અમે વગર પૈસા લોઈ આપીશું તથા આવા માનવતાના હિતના કાર્યોમાં સંત નિરંકારી મંડળને અમારી જરૂરત પડશે તો અમે પૂરો સહયોગ આપીને કાર્યને સફળ બનાવીશું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: