રક્તદાન: દાહોદમાં સંત નિરંકારી ટ્રસ્ટે 70 યુનિટ રક્તદાન ભેગું કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રસ્ટ-ઝાયડસ હોસ્પિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજન
  • સંત નિરંકારી સમુદાયના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઝાયડસ‌ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 યુનિટ રક્ત ભેગુ થયું હતું.

શહીદદિનના પાવન પર્વે તા.23 માર્ચ 2021ના રોજ ‘રક્ત નાડીઓ મેં બહાવે, નાલીઓ મેં નહીં’ના સંદેશ સાથે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી અને કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ કેળવી આ રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં દાહોદ અને ધામરડા શાખાના સંત નિરંકારી સમુદાયના ભક્તોએ ઉપસ્થિત રહીને આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝાયડસના સી.ઓ.ઓ. ડો.સંજયકુમાર સહિત ઝાયડસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈના હસ્તે રક્તદાન શિબિરનો શુભારંભ થયો હતો. આ રક્તદાન કેમ્પમાં કુલ 70 યુનિટ જેટલું રક્તદાન નોંધાયું હતું. આ પ્રસંગે દાહોદ સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા દ્વારા વિશ્વમાં 11,28,800 યુનિટ રક્તદાન
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં 1986થી 2021 સુધીમાં 6670થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરી 11,28,800થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખથી વધુ માનવ જીવનને ઉગારેલ છે.> રાજેશ બચાની, અગ્રણી,નિરંકારી મંડળ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: