રક્તદાન: દાહોદમાં શિક્ષકોએ રક્તદાન કરી 117 યુનિટ લોહી ભેગું કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિનું આયોજન

કોરોના મહામારી વચ્ચે વધતા જતા રોડ અકસ્માતમાં રક્તની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. આ સાથે થેલેસેમિયાના બાળકો માટે બ્લડબેંકોમાં લોહીની ઘટ પડી રહી છે ત્યારે લોહીની ઘટ પૂરવા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દાહોદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

રેડક્રોસ સોસાયટી, દાહોદ ખાતે ગુરુવારે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર તથા દાહોદ કલેક્ટરે દીપપ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો જેમાં શિક્ષકો, સ્ટાફ, અને ગ્રામજનો દ્વારા આશરે 117 યુનિટ રકતદાન કરાયું હતું. શિક્ષક પરિવાર વતી મહામંત્રી હસમુખભાઈ પંચાલ, પ્રમુખ સરતનભાઈ કટારાએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: