યુવા મતદાતા: દાહોદના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 18 વર્ષીય યુવતીએ ઉત્સાહપૂર્વક પ્રથમ વખત મતદાન કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
18 વર્ષના યુવા મતદારે પ્રથમ વખત મતદાન કરી લોકશાહીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો - Divya Bhaskar

18 વર્ષના યુવા મતદારે પ્રથમ વખત મતદાન કરી લોકશાહીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો

  • દાહોદના યુવા મતદાર યશ્વી વડવાલાએ દરેક યુવાનોને મતદાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા વિનંતી કરી

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નવા મતદારો પણ ઉમંગભેર લોકશાહીના પર્વમાં મતદાન કરવા જોડાયા છે. ઘણા યુવાનો માટે આ મતદાનનો પ્રથમ અનુભવ છે. લોકશાહીના ઘડતર માટે ચૂંટણી તેમજ મતદાનનું મહત્વ સમજતા આ યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરતા જોવા મળી રહ્યા છે. દાહોદ નગરના પડાવ રોડ ખાતેની રતનલાલ પન્નાલાલ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચેલા 18 વર્ષના યુવા મતદાર યશ્વી વડવાલાએ પ્રથમ વખત મતદાન કર્યું છે.

યુવાનોને મતદાનની પ્રેરણા આપી
તેમના જણાવ્યું કે, મતદાન મથકે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌ યુવાન મતદારોએ લોકશાહીના આ પર્વમાં મતદાન આપીને પોતાનું યોગદાન આપવું જોઇએ. શિંગવડના તારમી ગામના મતદાન મથકે પ્રથમ વખત મતદાન કરનારા 18 વર્ષના યુવા મતદાર રવિના બારીયા જણાવે છે કે, આ તેમનું પ્રથમ મતદાન છે. તેમને મતદાનને બધા માટે મહત્વની ફરજ જણાવી છે. તેમણે દરેક યુવાનોને મતદાન કરીને દેશ પ્રત્યે પોતાની ફરજનું પાલન કરવા સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: