યુવતીનો આપઘાત: મારા મોતની જવાબદાર હું છું લખી દાહોદ બસ સ્ટેશનના વર્કશોપ પાછળ ઝાડ પર યુવતીની લટકતી લાશ મળી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- યુવતીએ આત્મહત્યા કરી હશે કે? કોઈકે તેની હત્યા કરી લાશને લટકાવી દીધી હશે? લોકોમાં ચર્ચાઓ
દાહોદ શહેરના બસ સ્ટેશનના વર્ક શોપની પાછળના ભાગે એક ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતીના હાથ પર મારા મોતની જવાબદાર હું છું તેવું લખાણ હિંદીમાં હતું. ઝાડ પર લટકતી યુવતીની લાશ મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી યુવતીના વાલીવારસની શોધખોળનો ધમધમાટ આરંભ કર્યો છે.
પોસ્ટમોર્ટમ માટે લાશ ખસેડાઈ
આજે વહેલી સવારે એક તરફ દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોનો ઘસારો હતો, ત્યારે બીજી તરફ બસ સ્ટેશનના વર્કશોપની પાછળના ભાગે અજાણી યુવતીની લાશ ઝાડ પર લટકતી જોવા મળતાંની સાથે જ મુસાફરો સહિત એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દાહોદ શહેર પોલીસને પણ જાણ થતાંની વેંત પોલીસ સ્ટાફ સ્થળ પર રવાના થયો હતો. યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવી હતી ત્યારે આ યુવતીના હાથ પર, મારા મોતની જવાબદાર હું છું, તેમ હિન્દી ભાષામાં બાલેપેનથી લખાણ નજરે પડ્યું હતું.
હત્યા કે આત્મહત્યા લોકોમાં ચર્ચાઓ
યુવતી સરહદી વિસ્તારની પણ હોઈ શકે તેવા અનુમાનો સાથે પોલીસે આ યુવતીના સ્વજનોને શોધખોળનો આરંભ કરી દીધો ,છે ત્યારે બસ સ્ટેશન વિસ્તારના મુસાફરો સહિત આલમમાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. સાચે જ આ યુવતીએ આત્મહત્યા કરી હશે કે? કોઈકે તેની હત્યા કરી લાશને લટકાવી દીધી હશે? કે પછી શું યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ જે કંઈ પણ હોય સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ સામે આવે તેમ છે. આ તમામ પાસાઓ પર હાલ પોલીસે તપાસનો આરંભ કર્યો છે.
Related News
તપાસ: મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા નજીક રેલ્વે ગરનાળામાંથી મળી આવતા ચકચાર, પોલીસે યુવતીનું પેનલ પી.એમ કરાવ્યુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલાRead More
રાહત: દાહોદ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed