મ્યુકોરમાઇકોસીસનાે પગ પેસારો: 62ની વયના વૃદ્ધનું વડોદરામાં ઓપરેશન કરાયું 40 વર્ષીય યુવકને લક્ષણો જણાતાં સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • યુવાનને કોઇ બીમારી નહીં છતાં કોરોના બાદ લક્ષણો દેખાયા, ડાયાબિટીસ, કિડની કે કેન્સરની બીમારી ધરાવતા દર્દીઓને વધુ જોખમ

રાજ્યના વિવિધ શહેરોમાં મ્યુકોરમાઇકોસીસ રોગને કારણે લોકોમાં ભય ફેલાયેલો છે ત્યારે દાહોદ શહેરમાં પણ આ રોગના બે દર્દી સામે આવ્યા છે. આ બે દર્દીઓમાં એક વૃદ્ધ છે જેમનું વડોદરા ખાતે ઓપરેશન કરી દેવાયંુ છે, જ્યારે એક યુવકને આ રોગના લક્ષણો દેખાતાં હાલ તેની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. દાહોદ શહેરમાં રહેતાં એક 62 વર્ષિય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેઓને ડાયાબિટીસ પણ છે. વૃદ્ધને કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજનની જરૂર પણ પડી હતી. કોરોના સામે તો તેઓ જંગ જીતી ગયા હતાં પરંતુ ત્યાર બાદ માથંુ દુખવા સાથે આંખોમાંથી પાણી પડવાની સમસ્યા શરૂ થઇ હતી.

નિદાન કરતાં તેઓને મ્યુકોરમાઇકોસીસ રોગ હોવાનું સામે આવ્યુ હતું. જોકે, તેમને વધુ અસર થઇ જતાં વડોદરા ખસેડવામાં આવ્યા હતા અને અંતે તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું. તેવી જ રીતે દાહોદ શહેરમાં જ રહેતાં એક 40 વર્ષિય યુવકને કોરોના પોઝિટિવ આવતાં તેઓ સારવાર કરાવવા માટે અમદાવાદ ગયા હતાં. કોરોના નેગેટિવ થયા બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા. દરમિયાન તેમને પણ માથંુ દુખવું તેમજ આખોમાંથી પાણી પડવા જેવી તકલીફ શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, યુવકને કોઇ પણ પ્રકારની બીમારી નથી છતાં આવા લક્ષણો સામે આવ્યા હતાં. જોકે, MRI કરાવતાં તેમને મ્યુકોરમાઇકોસીસ હોવાનું સ્પષ્ટ થયું નથી. રોગના લક્ષણો આવતાં તેઓ પણ પોતાની સારવાર કરાવવા માટે પુન: અમદાવાદ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

રોગના લક્ષણો કયા છે
કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થયા બાદ સ્વાસ્થ્ય સુધારા પર હોય, 40થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા લોકો, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને નાકમાં ઇન્ફેકશન થતંુ જોવા મળે છે. વારંવાર શરદી થવી, નાક બંધ થયાનો અનુભવ થવો, શ્વાસમાં તકલીફ પડવી, નાકમાંથી ખરાબ વાસ આવવી, સાયનસવાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસના હોઇ શકે છે. નાક કે ગાલ પાસેનો ભાગ કાળો પડવા લાગે છે. લક્ષણ જણાય તો સત્વરે ઇએનટી સર્જનને બતાવીને સલાહ લેવી જોઇએ.

અત્યાર સુધી દાહોદમાં બે કેસ ધ્યાને આવ્યા છે
અત્યાર સુધી આવા બે કેસ મારા ધ્યાનમાં આવ્યા છે. જેમાં એક જૈફ વયના દર્દીને વડોદરા મોકલાતા તેમનું ઓપરેશન થઇ ગયું છે જ્યારે એક યુવાનને લક્ષણો દેખાતા તેમની MRI કરાવાઇ હતી. જોકે, તેમને મ્યુકોરમાઇકોસીસ હોવાનું હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો હોવાથી તેમને સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે. – ડો. કમલેશ નિનામા, ફિજિશિયન

સરકારી સિવિલમાં નિ:શુલ્ક ઇલાજ કરાય છે
મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે માટે તેનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન જ આ રોગ સામે રક્ષણ અપાવી શકે છે. મ્યુકોરમાઇકોસીસ રોગની સારવાર અત્યંત ખર્ચાળ માનવામાં આવે છે પરંતુ રાજ્ય સરકારના પ્રયાસોથી સરકારી સિવિલ હોસ્પિટલમાં તેનો ઇલાજ નિ:શુલ્ક કરવામાં આવે છે. – વિજય ખરાડી, કલેક્ટર, દાહોદ

કઇ રીતે નિદાન કરાય છે
મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાતાં દર્દીની શારીરિક સ્થિતિ જોઇ, તેના સીટી સ્કેન, એમઆરઆઇ જેવા રીપોર્ટ કરાવાય છે. ફંગસના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલાય છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસી નિદાન કરાય છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટવાળા અત્યંત આધુનિક પ્રકારના એમઆરઆઇ કરાવીને ફંગસની જડ સુધી પહોંચવાના પ્રયત્ન કરાય છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: