મોજશોખના રવાડે ચઢેલા યુવાનોનું કારસ્તાન: 3 રાજ્યમાંથી હાઇસ્પીડ બાઇક ચોરતા MPના 4 યુવાનો ઝડપાયા, હજુ 6 ફરાર

દાહોદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પોલીસના હાથે ઝડપાઇ ગયેલા બાઇકોની ચોરી કરનારા યુવાનો તેમજ ચોરેલી બાઇક અને બોલેરો કાર. - Divya Bhaskar

પોલીસના હાથે ઝડપાઇ ગયેલા બાઇકોની ચોરી કરનારા યુવાનો તેમજ ચોરેલી બાઇક અને બોલેરો કાર.

  • મધ્ય પ્રદેશ સાથે ગુજરાત અને રાજસ્થાનમાં પણ હાથફેરો, 4 પાસેથી 11 બાઇક અને 1 બોલેરો જપ્ત, પોલીસની અપાચે પણ ના છોડી

દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના યુવાનો મોજશોખ માટે હાઇસ્પીડ બાઇકની ચોરી કરતા હતાં. મધ્ય પ્રદેશ સાથે તેમણે ગુજરાત અને રાજસ્થાન રાજ્યને પણ નિશાન બનાવ્યુ હતું. દાહોદ શહેર પોલીસે ચોરીની 11 હાઇસ્પીડ બાઇક અને એક બોલેરો સાથે ચાર યુવકોની ધરપકડ કરી છે જ્યારે આ ટોળકીના દાહોદ શહેરનો એક મળીને કુલ છ યુવાનો હજી ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરાઇ છે.

મધ્ય પ્રદેશના અલીરાજપુરની હાઇસ્પીડ બાઇક ચોરી કરનાર ગેગના લીડર સુનિલ કહારસિગ ડાવર તેના સાગરીતો સાથે ચોરીની અપાચે બાઇક સાથે દાહોદ શહેરમા ચોરીના ઇરાદે આવનાર હોવાની બાતમી કોન્સ્ટેબલ મહેશભાઇને મળી હતી. તેના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. શહેરના પડાવ વિસ્તારમાં MP-45-B-4998ની અપાચે લઇને આવેલા યુવાનોને શંકાના આધારે કોર્ડન કરીને પુછપરછ કરતાં યુવકોએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બહેડિયા ગામના ડાલરિયા ફળિયાનો 20 વર્ષિય સુનીલ કહારસિંગ ડાવર અને 21 વર્ષિય મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ અખાડિયા હોવાનું જણાવ્યુ હતું. બાઇકના કોઇ કાગળો તેમની પાસેથી મળ્યા ન હતાં.

બાઇકના નંબરને મ.પ્ર. પરિવહન સાઇટથી તથા બાઇકના ફીઝીકલ ડેટા તપાસતાં તે ચોરીની હોવાનું જણાયુ હતું અને તેનો સાચો નંબર GJ-06-TC-2019-21 હોવાનું અને તે દાહોદથી જ 30 મેના રોજ ચોરી થયેલી જણાયુ હતું. યુવાનો મોજશોખ માટે હાઇસ્પીડ બાઇકની ચોરી કરતાં હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટીમો બનાવીને મ.પ્ર.ના જુદા-જુદા ગામોમાંથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ચોરાયેલી 11 હાઇસ્પીડ બાઇક અને એક બોલેરો કબજે લીધી હતી.

આ સાથે તેમની ગેંગના અલીરાજપુરના ભોરવકુવાના ધુંધરસીંગ મુવેલ અને રાણાપુરના ઢોલીવાડ ગામના મુકેશ ભાભોરને પણ પકડવામાં આવ્યા હતાં. દાહોદ શહેરનો એક મળીને તેમની સાથે વધુ છ યુવકો પણ ચોરીમાં સંડોવાયેલા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

કયા કર્મચારીઓની મહેનત રંગ લાવી
નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ ભરાડાની સુચના અને એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં એએસપી સૈફાલી બરવાલની અધ્યક્ષતામાં પોલીસ ટીમો બનાવાઇ હતી. શહેર પીઆઇ વી.પી.પટેલ, ડી.ડી.પઢિયાર પ્રો. પો.ઇન્સ, પીએસઆઇ એસ.એમ.પઠાણ એમ.એ.દેસાઇ, એએસઆઇ ઇશ્વરભાઇ બાદરભાઇ, બદાભાઇ દલસિગભાઇ, કોન્સ્ટેબલ મહેશભાઇ તોફાનભાઇ, જયદીપસિહ સુરેશસિહ, લોકરક્ષક અનિલકુમાર સોમાભાઇ, કનુભાઇ મોહનભાઇ, દિપકકુમાર મીનેશભાઇ,રાજુભાઇ, ઝમકુબેન, છત્રસિંહ અને વિક્રમસિહ ભારતસિહની ટીમોએ મધ્ય પ્રદેશમાં તપાસ બાદ સફળતા મેળવી હતી.

ટોળકીએ કયા-કયા વિસ્તારમાંથી કઇ-કઇ બાઇક ચોરી કરી
યુવાનો દ્વારા રાજસ્થાનના સજનગઢથી કેટીએમ ડક, કલીંજરાથી બુલેટ, ગુજરાતના દાહોદથી પોલીસની સરકારી અપાચે, ખંગેલાથી અપાચે, ગોધરાથી બોલેરો જીપ, અંકલેશ્વર જીઆઇડીસીથી યુનિકોર્ન, વડવાદની નર્મદા કોલોનીથી સીબી સાઇન, મધ્ય પ્રદેશના ઇન્દૌરથી પલ્સર, ઝાબુઆથી અપાચે, બોરીથી પલ્સર, રાણાપુરથી એચએફ ડીલક્ષ, ધારથી સીબી ટ્રીગર બાઇકની ચોરી કરી હતી.

ચોરીમાં શામેલ કયા ફરાર યુવકોની પોલીસને હજુ તલાશ
ચોરીમાં સામેલ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કરચટ ગામના આપસિંગ મોબતસિંગ બામનીયા, શેરાદ ગામના તોકસિંગ લાલસીંગ જાતે અમલીયાર, બહેડિયા ગામના કમીંશ બાપસીંગ જાતે બામણીયા, ધાર જિલ્લાના કરચટ ગામના પ્રકાશ દરિયાવસિંહ જાતે બામનીયા , પ્રકાશ દરિયાવરસિંહ બામણિયા, ઝાબુઆ જિલ્લાના અજીત જંગરિયા મંડોડ અને દાહોદમાં કે.કે સર્જીકલ પાસે રહેતા હિતેશ કમલેશ નિનામાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: