મોકડ્રિલ: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આગ અને અકસ્માત સમયે શું કરવું તેની ટ્રેનિંગ અપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મેડીકલ કાેલેજ અને પાલિકાના ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે અાયાેજન
  • ફાયર ફાઇટર અને કાેલેજના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આગ અને અકસ્માતના બનાવોમાં કેવી રીતે કાબુ મેળવી શકાય તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે આજરોજ દાહોદ નગરપાલીકા ફાયર વિભાગની મદદથી મોક ડ્રિલનું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં દાહોદ ફાયર સર્વિસના ફાયરમેન સજય પટેલ,અજય નિનામાં અને દાહોદ અને ઝાયડ્સ હોસ્પિટલના ફાયર ઓફિસર વિજય સેનવા તેમજ તમામ ઝાયડસના તમમા સ્ટાફ હાજર રહીને આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના કાર્યક્રમમાં ઝયડ્સ મેડિકલ કોલેજના સ્ટાફ અને પોલીસ સ્ટાફને ઝયડ્સના ફાયર ઓફિસર અને નગરપાલીકાના ફાયર વિભાગના કર્મીઓ દ્વારા આગ અથવા કોઈ અનઅપેક્ષિત બનાવો પર કેવી રીતે કાબુ મેળવી શકાય તે માટેની ટ્રેનીગ આપવામા આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: