મોંઘી મુસાફરી મેમુની: કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી મધ્યમવર્ગની ‘લાઈફલાઈન’ગણાતી ‘મેમુ ટ્રેન’ આજથી પુનઃ શરૂ થઇ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- The “Memu Train”, Considered The “lifeline” Of The Middle Class, Which Had Been Closed For 11 Months During The Corona Era, Resumed Today.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- મેમુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવવું પડશે મુસાફરોએ 10ની જગ્યાએ 25 રૂપિયા ચુકવવા પડશે
કોરોના કાળમાં બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમ વર્ગની લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેન આખરે 11 માસ બાદ પુનઃ શરૂ થતા દાહોદ સહીત આસપાસના રાજ્યનોના સરહદી વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. જોકે નવા રૂપરંગ સાથે આજથી શરૂ થયેલી આ ટ્રેનોમાં હવે મુસાફરોએ પહેલા કરાતા વધારે ભાડુ ચૂકવવું પડશે.
ફરજીયાત રિઝર્વવેશન હોવાથી ભાડામાં વધારો કરાયો 11 મહિનાથી બંધ પડેલી મેમુ ટ્રેન ફરી ચાલું થતાં લોકોમાં આનંદની લાગણી તો છવાઇ છે, પરંતું મુસાફરોને હવે મેમુ ટ્રેન મોંધી પણ પડશે. લોકડાઉન પહેલાં આ ટ્રેનમાં 10 કિલોમીટરથી 30 કિલોમીટર સુધીનું 10 રૂપિયા હતું, જોકે હવે એક દિવસ પહેલાં ફરજીયાત રિઝર્વવેશન કરાવવાનું રહેશે જેથી પહેલા કરાતા વધારે ભાડુ ચૂકવવું પડશે.
મુસાફરોને અસુવિધા સાથે સુવીધા પણ મળશે મળતી માહિતી મુજબ, દાહોદ-રતલામ-ઉજ્જૈન તરફ જતા મુસાફરોને હવે 10 કિલોમીટરથી 30 કિલોમીટરનું ભાડુ 10 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા ચૂકવવું પડશે અને પહેલાં રિઝર્વવેશન કરાવવું પડશે. જેમાં વેપારીઓ અને નોકરિયાતો સહીતના દરરોજ અપડાઉન કરતાં લોકોને અસુવિધા સાથે સુવીધા પણ મળશે. 10 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા મુસાફરોના ખીસ્સા પર વજન ચોક્કસ પડશે પરંતું ખાનગી વાહનોના બમણાં ભાડાથી છુટકારો પણ મળશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed