મોંઘવારીનો વિરોધ: દાહોદમા કોંગ્રેસના મહિલા મોચચા દ્વારા મોંઘવારી મામલે સરકાર વિરોધી પ્રદર્શન, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- આવેદન પત્રમા મોંઘવારી માટે સરકારની અણઘડ નિતીને જવાબદાર ગણાવી
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ સહિત મોંઘવારીના વિરોધમાં દાહોદ શહેરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાંથી દાહોદના પ્રાંત અધિકારીને આ વિરોધ સંદર્ભે આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં હાલ અસહ્ય મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, રાંધણ ગેસ, જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ હાલ આસમાને છે. એક તરફ કોરોના મહામારી ત્યારે બીજી તરફ વધતી મોંઘવારીને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. દેશભરમાં હાલ વિરોધ પક્ષ દ્વારા આ મામલે ભારે વિરોધ પણ નોંધાવી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેરમાં આ મુદ્દે પણ વિરોધ વંટોળ થવા માંડ્યો છે.
દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ શહેરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે મહિલાઓ કોગી કાર્યકરોએ સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. જ્યાંથી મહિલાઓ દાહોદ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી હતી અને ત્યાં પ્રાંત અધિકારીને આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દેશમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અડધડ વહીવટ અને સંકલનના અભાવ અને ખોટી નીતી રીતઓને કારણે પેટ્રોલ, ડીઝવ, ખાદ્ય તેલ રાધણ ગેસ, જીવન જરૂરીયાતની વસ્તુઓનો અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારીની વચ્ચે પણ આ ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાંખેલ છે. કોરોનાની બીજી લહેરમાં લોકો આર્થિક સંકડામણ પણ અનુભવી રહ્યાં છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed