મેળા પર કોરોનાનું ગ્રહણ: દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર પર યોજાતા તમામ પરંપરાગત મેળાઓ પર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વધતા કોરોના સંક્રમણના પગલે કલેકટરનો નિર્ણય

દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદમાં આગામી હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણીમાં મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થવાની પૂર્ણ સંભાવનાને ધ્યાને લઇ આ બન્ને તહેવાર સાથે યોજાતા પરંપરાગત મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કલેક્ટર ખરાડીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન જિલ્લામાં પરંપરાગત રીતે આમલી અગિયારસ, ધૂળેટી, ચુલ, ચાડિયા અને ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાગરિકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહે છે. પરંતુ, છેલ્લા એક અરસમાં દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે આવા સંજોગોમાં જો આવા મેળાઓ યોજાઇ તો નાગરિકો મોટા પ્રમાણમાં સંક્રમિત બને એવી પૂર્ણ શક્યતાઓ છે. આ બાબતને ધ્યાને રાખીને આમલી અગિયારસ, ધૂળેટી, ચુલ, ચાડિયા અને ગોળ ગધેડા સહિતના મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તહેવારો નિમિત્તે જાહેર મેળવડાનું પણ આયોજન કરી શકાશે નહીં.

હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન જાહેર રસ્તા ઉપર જતા રાહદારીઓ, વાહનચાલકો ઉપર રંગ નાખવો નહીં, તેને ઉભા રાખીને નાણા (ગોઠ) માંગવી નહી. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે.

તેમણે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત પણ કેટલાક મુદ્દાઓ ઉપર માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં લગ્ન અને સત્કાર સમારોહમાં સ્થળની ક્ષમતાના પચાસ ટકા અથવા મહત્તમ 200 વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે. મરણોપરાંત ક્રિયામાં 50 વ્યક્તિ જોડાઇ શકશે. હોલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, ટાઉન હોલ જેવા બંધ અને ખુલ્લા સ્થળોએ તેની ક્ષમતાના 50 ટકા વ્યક્તિની હાજરીમાં કાર્યક્રમો કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: