મેઘ સવારી આવી: દાહોદમાં મોડે મોડે મેઘ મહેર થતાં ગરમીથી ત્રસ્ત લોકો અને ચિંતાગ્રસ્ત ખેડૂતોના મોઢાં મલકાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં ચારે કોર પાણી પાણી થઇ ગયુ, કેટલાયે વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઇ સાંજે ગોકુલ સોસાયટીમાં ઝાડ પડી જતાં ફરીથી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી

દાહોદ જિલ્લામાં ધરતીપુત્રો અને જન સામાન્ય કેટલાયે સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શનિવારે મેઘસવારી વાજતે ગાજતે આવી પહોંચી હતી. દાહોદ શહેરમાં સાંજે ચારે કોર પાણી પાણી થઇ ગયુ હતુ અને બફારાથી લોકોને છુટકારો મળ્યો છે. જનમાનસ પરથી ચિંતાના વાદળો ઓસરી ગયા હતા ત્યારે આગામી દિવસોમાં પણ ઇન્દ્રદેવની કૃપા ચથાવત રહે તેવી ઇચ્છા વ્યક્ત થઇ રહી છે.

દાહોદ જિલ્લામાં ગત ચોમાસા કરતા આ સમયમાં સરખામણીએ નજીવો વરસાદ નોંધાયો હોવાથી ખેડૂતો સહિત સામાન્ય જનતા પણ ચિંતામા હતી.કારણ કે જુલાઇ મહિનાના પણ 10 દિવસ પૂર્ણ થવા આવ્યા છતાં મેઘરાજા મોઢું સુધ્ધાં બતાવતા ન હતા.ખેડૂતોએ વાવેતરની શરુઆત તો કરી દીધી હતી, પરંતુ વાવણી લાયક વરસાદ ન થવાને કારણે તેઓ ઘેરી ચિંતામાં હતા.બીજી તરફ જેઠ મહિનામાં કાળ ઝાળ ગરમી પડવાને કારણે સૈા કોઇ ત્રાહિમામ પોકારી રહ્યા છે. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારાએ પરેશાની વધારી દીધી હતી. તેવા સમયે દાહોદમાં શનિવારે બપોરથી જ અષાઢી સમો બંધાયો હતો અને એકાએક જ વરસાદ શરુ થઇ ગયો હતો.

વરસાદ શરુ થતા જ નાગરિકોના મોઢે હાશકારા સાથે હાસ્ય રેલાવા માંડ્યુ હતુ. થોડા સમય્ સુધી ધીમી ધારે એકધારો વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યાર પછી સાંજે 6 વાગ્યાના અરસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા અને મધ્યમ ઝડપે વાવાઝોડુ શરુ થઇ ગયુ હતુ. પવનની લહેરખીઓ વચ્ચે મેઘાએ તેની બેટિંગની ધૂંઆધાર શરુઆત કરી દેતાંશહેરમાં ચારે કોર પાણી પાણી થઇ ગયુ હતુ. અષાઢ મહિનો બેસતાની સાથે ઇન્દ્ર કૃપા થતા ખાસ કરીને ખેડૂતોને મન તો જાણે આભમાંથી અમૃત વરસ્યુ હોય તેવો અનેરો આનંદ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: