મેઘ મહેર: મધરાતથી સમીસાંજ સુધી 3 જિલ્લામાં ધોધમાર વરસાદ
ગોધરા, દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
પાનમ નદીનું વહેણ વધતાં ચારી ગામના લોકો દોઢ કલાક અટવાયા
- ગોધરાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : પ્રથમવાર વરસાદ મન મૂકીને વરસ્યો : મધરાતથી જ મેઘરાજાની અવિરત બેટિંગ
- સૌથી વધુ લીમખેડા : 3.4 ઇંચ, જાંબુઘોડા : 3.1 ઇંચ, સૌથી ઓછો, કાલોલ : 1 ઇંચ, હાલોલ : 1 ઇંચ
- ગોધરા, શહેરા તથા જાબુંઘોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો
?શનિવારે મધરાતથી શરૂ થઇ રવિવારનો આખો દિવસ વરસાદે સાર્વત્રીક મહેર વરસાવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ધરાધાર વરસાદ વરસ્યો હતો. તમામ તાલુકાઓમાં એક ઇંચથી લઇને અઢી ઇંચ સુધી વરસાદ વહેલી સવારે 6 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી નોંધાયો હતો. નોંધનિય છે કે ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર સ્વરૂપમાં વરસેલા વરસાદે ક્યાંક નગરોમાં લોકોને હાલાકી પડતી કરી દીધી હતી તો ક્યાંક ખેડૂતોને પાક માટે પુરતું પાણી મળી રહે તેવી મહેર વરસાવી હતી.
ત્રણ જિલ્લાના કાલોલ, હાલોલ, ઘોઘંબામાં સરેરાશ 1 ઇંચ તો મોરવા (હ)માં અઢી ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. મેઘમહેરને કારણે પાનમ ડેમમાં પણ પાણીની 2141 ક્યુસેક જેટલી સારી આવક થતાં હવે સિંચાઇ માટે પણ પાણી મળી રહેશે તેવી આશા ખેડૂતોને બંધાઇ હતી. જિલ્લાના લીમખેડા અને જાંબુઘોડામાં સૌથી વધુ અનુક્રમે 88 અને 80 એમ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો કાલોલ અને હાલોલમાં અનુક્રમે 22 અને 26 એમ.એમ વરસાદ નોંધાવા પામ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા મન મુકીને ન વરસતાં જિલ્લામાં શનિવાર સુઘી ફક્ત 20.34 મિમી સરેરાશ વરસાદ નોધાયો હતો. જિલ્લામાં ડાંગર માટે બે ઇંચ કરતાં વઘુ વરસાદની રાહ જગતનો તાત દેખી રહ્યો હતો. ત્યારે રવિવારે પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર સવારી અાવતાં સમગ્ર જિલ્લો વરસાદી પાણીથી તરબોળ થઇ ગયો હતો. રવિવારે સવારથી જ તમામ તાલુકામાં વરસાદ અેન્ટ્રી કરતાં તાલુકાઅોમાં 1 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો.
ગોધરા શહેરમાં રવિવાર સવારથી વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તાર સહીત શહેરા ભાગોળ, જિલ્લા પંચાયત પાસે વરસાદી પાણી ભરાયા હતા. અેકધારો વરસાદ પડતાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુઘી ગોધરા, શહેરા તથા જાબુંઘોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોધાયો હતો.
જયારે મોરવા હડફમાં 2.5 ઇંચ તેમજ હાલોલ, કાલોલ તથા ઘોઘંબામાં 1 ઇંચ વરસાદ પડતાં ખેડુતોમાં ખુશી ફેલાઇ હતી. ડાંગરની ખેતીલાયક વરસાદ પડતાં ખેડુતો ડાંગરની વાવણી કરવામાં જોતરાઇ ગયા હતા. જયારે પાવાગઢ ખાતે વરસાદ પડતાં ડુગરના પગથીયા પરથી પાણી વહેતાં દર્શનાર્થીઅોને ચાલવામાં મુશ્કેલીઅો પડી હતી. અામ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના મીમીમાં વરસાદના અાંકડા | |
કાલોલ | 22 |
ગોધરા | 79 |
ઘોઘંબા | 25 |
જાંબુઘોડા | 80 |
મોરવા(હ) | 63 |
શહેરા | 74 |
હાલોલ | 26 |
ગરબાડા | 31 |
ઝાલોદ | 31 |
દે.બારિયા | 65 |
દાહોદ | 78 |
ધાનપુર | 45 |
ફતેપુરા | 60 |
લીમખેડા | 88 |
સંજેલી | 73 |
સીંગવડ | 29 |
પાનમ ડેમમાં 2141 ક્યુસેક પાણીની અાવક
જિલ્લાના શહેરામાં અાવેલો પાનમ જળાશયમાં ઉપર વાસમાં વરસાદ પડતાં ડેમમાં નવા નીર અાવ્યા હતા. નવા નીરથી ડેમમાં 2141 કયુસેક પાણીની અાવક થઇ હતી. નવા નીરથી જળાશયની સપાટી વધીને 120.65 મીટર સુઘી પહોચી હતી. જયારે પાનમ જળાશયનું રૂરલેવલ 125.68 મીટર છે.
દાહોદ સહિત તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો
દાહોદ શહેર સહિત જિલ્લામાં રીસાઇ ગયેલા મેઘરાજાને મનાવવા માટે વિવિધ મનોરથો કરાયા હતાં. અંતે રવીવારે મહેરબાન થયેલા મેઘાએ આખા જિલ્લા ઉપર અમી વરસાવતા વાવણી બાદ આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડુતોને હાશ થઇ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે પોતાની હાજરી બતાવી હતી.
દાહોદ શહેરમાં તો મધ્ય રાતથી જ શરૂ થયેલો વરસાદ રવીવારની સાંજ સુધી વરસ્યો હતો. સતત વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જિલ્લાના નવેય તાલુકામાં એકથી માંડીને ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આગાહી બાદ પણ મેઘમહેર નહીં થતાં નીરાશા જોવા મળી હતી ત્યારે રવીવારની રાતથી પ્રસન્ન થયેલા મેઘરાજાએ દાહોદ જિલ્લા ઉપર કૃપા વરસાવવાનું શરૂ કર્યુ હતું.
જિલ્લાના તમામ તાલુકાઓમાં રવીવારનો આખો દિવસ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ ઓછાવત્તા અંશે ચાલુ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા, ઝાલોદ, દેવગઢ બારિયા,દાહોદ, ધાનપુર, ફતેપુરા, લીમખેડા,સંજેલી અને સીંગવડ તાલુકામાં એકથી માંડીને ત્રણ ઇંચ સુધીને વરસાદ રવીવારની સાંજના છ વાગ્યા સુધી નોંધાયો હતો. એક જ દિવસમાં થયેલી મેઘમહેરને કારણે ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સતત વરસાદને કારણે દાહોદ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. આ સાથે સ્ટેશન રોડ વિસ્તારમાં પણ રસ્તાની બંને તરફ પાણી ભરાઇ ગયા હતાં. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે નદી નાળા બંને કાંઠે વહેતા જોવા મળ્યા હતાં. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક છવાતા છેલ્લા કેટલાંક દિવસોથી ગરમીને કારણે પરેશાન થયેલા લોકોને પણ હાશ થઇ હતી.
ધાનપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ધાનપુર તાલુકામાંથી નીકળતી પાનમ નદીમાં પહેલીવાર બે કાંઠેથી નીર વહી રહ્યા છે. મધ્ય પ્રદેશને અડીને આવેલા ધાનપુર તાલુકાના પાનમ ગામ તેમજ આસપાસના ડુંગરોમાથી તેનુ ઉદગમ સ્થાન છે. વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે પાનમ નદી આ ચોમાસામાં પહેલીવાર પુર આવ્યું હતું ત્યારે ધાનપુર તાલુકાના ચારી ગામના લોકો સામે કાંઠે ખેતી કામ અર્થે ગયા હોય નદીમાં અચાનક પૂરને કારણે ડીપનાળા ઉપરથી પાણી ભયજનક રીતે વહેવા માંડ્યું હતું.
ત્યારે ખેતરોમાં ગયેલા લોકો તેમજ ધાનપુર તરફ ગયેલા વાહનચાલકો પણ ચારી ગામના દોઢ કલાક અટવાઇ ગયા હતાં. પાનમ નદીના નીર ઓસરતા પોતાના ગામ ઘરે જઇ શક્યા હતાં. કેટલાક જુવાનિયાઓ જીવના જોખમે પાનમ નદી પર બનાવવામાં આવેલા ચેક ડેમ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. જોકે આ ચારી ગામ લોકોને પડતી ચોમાસાની તકલીફને ધ્યાનમાં લઈને સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય મંત્રી દ્વારા પાનમનદી પર પુલ નિર્માણ માટે ખાતમૂહૂર્ત કરાયુ છે પરંતુ કામ શરૂ થઇ શક્યુ નથી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed