મેઘો મહેરબાન: દાહોદ જિલ્લામાં વરસાદથી 1.83 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરને હાલ પુરતું જીવતદાન મળ્યુ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક

દાહોદ જિલ્લામાં ચારેકોર મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.જિલ્લામાં ખરે ટાંકણે જ વરસાદ આવતા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતરને જીવતદાન મળ્યુ છે.બીજી તરફ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક તો થઇ છે પરંતુ હજી એક પણ ડેમમાં પાણી પૂર્ણ સપાટીએ પહોંચ્યુ નથી.જિલ્લામાં ગઇ કાલે સાર્વત્રિક વરસાદ બાદ આજે ઉઘાડ વચ્ચે કેટલાક તાાલુકાઓમાં વરસાદ વરસતો રહ્યો છે.

દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડુ શરુ થયુ હતુ.જેથી વાવેતર પણ વિલંબથી કરવામાં આવ્યુ હતુ.તેવા સમયે વરસાદ ખેંચાતા જિલ્લામાં કરેલા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતર પર જોખમ ઝળુંબતુ હતુ.ત્યારે થયેલી મેઘ મહેરને કારણે ખેડૂતોને હાશકારો થયો છે.જિલ્લામાં ખેડૂતોએ મકાઇનું મહત્તમ વાવેતર 1,19639 હેક્ટરમાં કરવામાં આવ્યુ છે.ત્યાર બાદ 46,711 હેક્ટરમાં ડાંગર અને 23,290 હેક્ટરમાં સોયાબીનની વાવણી કરવામાં આવી છે.આ ઉપરાંત શાકભાજી અને ઘાસચારાનુ વાવેતર પણ કરવામાં આવ્યુ છે.

જિલ્લામાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા હતા ત્યારે જ રવિવારે મેઘરાજાએ આખાયે જિલ્લામાં ધમાકેદાર હાજરી પુરાવી હતી અને પરિણામે 64 મીમી અર્થાત આશરે 2.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ એક જ દિવસમાં નોંધાઇ ચુક્યો છે.એકધારા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા તેમજ ટાઢક પ્રસરી જતાં બફારામાંથી છુટકારો મળ્યો છે.ગામડાઓમાં પણ ખુશીનું વાતાવરણ ફેલાઇ ગયુ છે તેમન જનસામાન્ય હવે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હજીએ ભરપૂર વરસાદની આવશ્યક્તા છે.

જિલ્લામાં 8 જેટલા ડેમ છે પરંતુ આ ચોમાસે અડધા અષાઢ બાદ પણ એકેય ડેમ ભરાયો નથી,જો કે નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે પરંતુ હવે વરસાદ રોકાતાં તે પાણી ઓસરી જશે.જિલ્લામાં સોમવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તેમજ ઘણા તાલુકાઓમાં ઉઘાડ પણ નીકળ્યો છે.જિલ્લામાં સોમવાર બપોરે 12 વાગ્યા સુધીમાં ગરબાડા તાલુકામાં27 મીમી,ઝાલોદ તાલુકામાં 6 મીમી,દેવગઢ બારીયામાં 18 મીમી,દાહોદ તાલુકામાં 5 મીમી,ધાનપુર તાલુકામાં 32 મીમી,લીમખેડા અને સંજેલીમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે.જ્યારે સીંગવડ તાલુકામાં 3 મીમી તેમજ ફતેપુરા તાલુકો બપોર સુધી કોરો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: