મેઘરાજાની મહેર: દાહોદ જિલ્લામાં એક દિવસના જ વરસાદમાં 6 ડેમના જળસ્તર વધ્યા
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- ગત વર્ષની 26 જુલાઇની સરખામણીએ 7 તાલુકામાં વરસાદની ટકાવારીમાં થયેલો વધારો
- પાટાડુંગરી અને કબૂતરી ડેમની સપાટીમાં કોઇ વધારો નોંધાયો નહીં
- દાહોદ તથા ધાનપુરમાં વરસાદની ટકાવારી ઘટી
- 6 જેટલાં ડેમની સપાટીમાં 0.5થી લઇ 3.55 મીટર સુધીનો વધારો
દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન જિલ્લાના નવે તાલુકાઓમાં પડેલા વરસાદની સરેરાશ સામે ગત વર્ષની 26 જુલાઇની સરખામણીએ આ વર્ષે 7 તાલુકામાં સંતોષકારક વરસાદ છે જ્યારે બે તાલુકામાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ સાથે એક જ દિવસના વરસાદમાં 8માંથી 6 ડેમમાં પાણીની આવક નોંધાઇ છે.
દાહોદ જિલ્લામાં ચોમાસુ બેસ્યા બાદ આકાશમાં ગોરંભાયેલા વાદળો હાથતાળી આપી જતાં હતા. જેથી પ્રારંભિક વરસાદમાં વાવણી કરી દેનારા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. જોકે, અનેક મનામણા બાદ રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે ધરાને તૃપ્ત કરી દીધી હતી. વર્ષ 2020ની 26 જુલાઇની સરખામણીએ આમ તો તમામ તાલુકામાં વરસાદની ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ દાહોદ તેમજ વનરાજીથી ભરપુર ધાનપુરમાં આ વખતે વરસાદની ટકાવારી ઘટી છે. રવિવારે પડેલા વરસાદમાં જિ.ના 8માંથી 6 ડેમની સપાટીમાં 0.5થી 3.55 મી. સુધીનો વધારો થયો હતો. જોકે જિ.ના પાટાડુંગરી અને કબૂતરી ડેમમાં પાણીની કોઇ આવક ન હતી.
ધાનપુરમાં 36 અને ગરબાડામાં 27 મિમી વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા દાહોદ સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ દાહોદ જિલ્લામાં રવિવારે આગાહી મુજબ વરસાદ નોંધાયો હતો. તો વાદળછાયા વાતાવરણ સાથે જિલ્લાના તાલુકાઓમાં સોમવારે પણ ઝરમર વરસાદ નોંધાયો હતો. જેને લઈને ગત સપ્તાહના અસહ્ય ગરમીસભર વાતાવરણમાંથી જિલ્લામાં ખાસ કરીને રાતના સમયે મહદ અંશે ઠંડક વ્યાપી છે.
દાહોદમાં સોમવારે 95% ભેજ સાથે મહત્તમ 28 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તા.26.7.’21 ને સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે વારંવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સોમવારે સવારે 6થી બપોરના 4 દરમ્યાન ધાનપુર 36, ગરબાડા 27, દેવગઢ બારિયા 18, સીંગવડ 12, ઝાલોદ 6, દાહોદ અને સંજેલી 5-5 અને ફતેપુરા, લીમખેડામાં 2 -2 મિ.મી વરસાદ નોંધાયો હતો. ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.
2 વર્ષમાં 26 જુલાઇ સુધી વરસાદનું અંતર
તાલુકો | સરેરાશ વરસાદ | 2020 (%) | 2021 (%) | વધઘટ |
દાહોદ | 751 મિ.મી | 33.82 % | 32.08% | 1.74- |
દે.બારિયા | 744 મિ.મી | 24.66 | 25.13 | 0.47+ |
ધાનપુર | 705 મિ.મી | 21.16 | 16.59 | 4.51- |
ફતેપુરા | 746 મિ.મી | 19.77 | 34.86 | 15.09+ |
ગરબાડા | 647 મિ.મી | 15.67 | 16.06 | 0.39+ |
ઝાલોદ | 705 મિ.મી | 11.24 | 13.76 | 2.52+ |
લીમખેડા | 775 મિ.મી | 7.56 | 18.85 | 11.29+ |
સીંગવડ | 755 મિ.મી | 4.91 | 16.15 | 11.24+ |
સંજેલી | 738 મિ.મી | 21.15 | 29.83 | 8.68+ |
કયા કયા ડેમની સપાટીમાં કેટલો વધારો
ડેમ | 25 જુલાઇ | 26 જુલાઇ | વધઘટ |
પાટાડુંગરી | 167.09 | 167.09 | 0 |
માછણનાળા | 272.7 | 273.4 | 0.7+ |
કાળી2- | 250.9 | 252.4 | 1.5+ |
ઉમરિયા | 273.45 | 277 | 3.55+ |
અદલવાડા | 235.1 | 235.3 | 0.2+ |
વાંકલેશ્વર | 217.77 | 218.91 | 1.14+ |
કબુતરી | 181.4 | 181.4 | 0 |
હડફ | 163.65 | 164.15 | 0.5+ |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed