મેઘમહેર: દાહોદના તાલુકાઓમાં વરસાદ નોંધાયો પણ નદીનાળા વહે તેવા મહેરની ઊણપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વરસાદના અભાવે જિલ્લાના 8 જળાશયોની પરિસ્થિતિ હજુ જૈસે થે
  • જિલ્લામાં સૌથી વધુ દાહોદમાં કુલ 158 મિમી વરસાદ વરસ્યો
  • એક સપ્તાહમાં દાહોદનું તાપમાન 4 સે.ગ્રે.ડિગ્રી ઘટ્યું

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓછેવત્તે અંશે મેઘમહેર નોંધાઈ છે પરંતુ, જિલ્લાના નદીનાળાં વહેતા થાય તેવો નોંધપાત્ર વરસાદ નથી થયો એટલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક નથી નોંધાઈ.જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છૂટાંછવાયા ઝાપટાં જ વરસ્યા છે એટલે પૂરતા વરસાદની ઓછપનાં લીધે વરસાદી પાણી જમીનમાં પચવા બદલે એમ જ વહી જાય છે એટલે વર્તાતા દાહોદવાસીઓને હજુ જોઈએ તે પ્રમાણમાં ઠંડક નહીં થતા ઉકળાટવાળા વાતાવરણથી છૂટકારો નથી થયો.

તો નદીનાળાં પણ વહેતા નહીં થતા ખેતી, પીવાનું પાણી અને પશુઓને પીવા લાયક પાણીની સમસ્યા નિવારી નથી શકાઈ. તા. 21 જુલાઈ, બુધવારે સવારે દાહોદમાં 90 % ભેજ સાથે મહત્તમ 29 અને લઘુત્તમ 25 સે.ગ્રે. તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે તા.15 જુલાઈના રોજ મહત્તમ તાપમાન 33 હતું તે 4 સે.ગ્રે.ડિગ્રી ઘટાડા સાથે 29 થયું છે. જેને લઈને દાહોદમાં મહદ્દ અંશે ખાસ કરીને સવારે અને રાતના સમયે ઠંડક પણ વર્તાઈ રહી છે. તો જિલ્લાભરના જળાશયોમાં ચોમાસાના આરંભે જે સ્થિતિ હતી તે સ્થિતિમાં મોટા વરસાદના અભાવે કોઈ નોંધનીય વૃદ્ધિ થવા પામી નથી.

જળાશયોની હાલની સપાટી (મી.માં)

જળાશયો હાલની સપાટી પૂર્ણ સપાટી
પાટાડુંગરી 170.84 167.15
માછણનાળા 277.64 272.7
કાળી : 2 257 250.9
ઉમરીયા 280 273.45
અદલવાડા 237.3 236.1
વાકલેશ્વર 223.58 217.77
કબૂતરી 186.3 181.4
હડફ 166 163.65

દાહોદના અન્ય તાલુકામાં નોંધાયેલો વરસાદ
જિલ્લાભરમાં ઓછેવત્તે અંશે મેઘમહેર અંતર્ગત તા.21.7.’21 ની સાંજે 4 વાગ્યા સુધીના સમયમાં કુલ મળીને દાહોદમાં 158, ફતેપુરા 147, સંજેલી 147, દે. બારિયા 122, સીંગવડ 86, ઝાલોદ 62, લીમખેડા 55, ગરબાડા 61 અને ધાનપુરમાં 57, મીમી વરસાદ નોંધાયો છે. જે 2020 માં ગત વર્ષે આ સમય સુધીમાં નોંધાયેલ કુલ વરસાદના સરેરાશ 67 % જેટલો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: