મૃત્યુદેહોની અંતિમ વિધિ: દાહોદના સ્મશાનમાં સેવાકર્મીઓના અવિરત યજ્ઞ વચ્ચે 2 દિવસમાં 72 લાશોની અંતિમવિધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદના સ્મશાનમાં કોરોનાકાળમાં માનવધર્મ મહોરી ઉઠ્યો છે. - Divya Bhaskar

દાહોદના સ્મશાનમાં કોરોનાકાળમાં માનવધર્મ મહોરી ઉઠ્યો છે.

  • કોરોનાકાળના 1 વર્ષમાં 629ના અિગ્નદાહ
  • 2 દિ’માં 50થી વધુ કોરોનાગ્રસ્તોની લાશ આવી, મોટાભાગના મૃત્યુ યુવાનોના થયા: પ્રોટોકોલ મુજબ તમામના અગ્નિસંસ્કાર કરાયા

દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થામાં રવિવારે 44 અને સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વધુ 28 મૃત્યુદેહોની અંતિમ વિધિ સંપન્ન થઇ હતી. બે દિવસમાં જ 70% કોરોનાગ્રસ્તો સહિત 72 જેટલી લાશોની અંતિમ વિધિ યોજાતા સ્મશાનની નિર્જીવ દીવાલો સુધ્ધાં જાણે કે રડી ઉઠી હતી.

દાહોદના હિંદુ સ્મશાન સંસ્થામાં હિંદુઓની લાશોની અંતિમવિધિ સંપન્ન કરવામાં જે તે મૃતકના સ્વજનો કોરોનાના ગભરાટ કે સ્વજનના અવસાન પામ્યાના શોકમાં ગરકાવ હોઈ અંતિમવિધિ કરી નથી શકતા ત્યારે શહેરની અનેક સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી છે અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૈલાશધામ સેવા સમિતિ, દૂધેશ્વર મહાદેવ, મુક્તિધામ ટ્રસ્ટ, આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાના લોકો નિ:સ્વાર્થ લગી પોતાની રીતે સેવાનો યજ્ઞ અવિરત રેલાવી રહયા છે. કોવિડની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે દરરોજ કોરોના પ્રોટોકોલ પ્રમાણે અને અન્ય બીમારીઓથી દાહોદ શહેરમાં પ્રતિદિન વધતા મૃત્યુઆંકના કપરા સમયમાં સ્મશાન ગૃહમાં દરરોજ સવારે 6 વાગેથી મૃત્યુદેહો આવવાનો આરંભ થઇ જાય છે તે સિલસિલો રાત્રે 11 સુધી ચાલે છે.

શહેરના આ એકમાત્ર સ્મશાનમાં જ અંદાજે દરરોજ 40-45 મૃત્યુદેહોની અંતિમવિધિ પરંપરાગત હિંદુ વિધિવિધાન મુજબ કરવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા પરિવારના બહુ ઓછા સદસ્યો મૃતદેહ સાથે સ્મશાને આવે છે. ત્યારે કોટડીમાંથી લાકડા કાઢવાથી લઇ ચિતા ઉપર જમાવવા અને બાદમાં મૃતકની વિધિ કરવા સહિતની અન્ય વ્યવસ્થાઓની દેખરેખ માટે દાહોદ સ્મશાન ઘાટ પર હિંદુ સંગઠનોના યુવાનો વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળના યુવાઓ, સ્મશાન માટે જાહેર થયેલ ભાજપની ટીમના સભ્યો, દાહોદ નગર પાલિકાના કાઉન્સિલરો સહુ મળી દિવસરાત મહેનત કરી ખરા અર્થમાં કપરી પરિસ્થિતિમાં મધરાતે 11-12 વાગ્યા સુધી અંતિમ સંસ્કારની વિધિમાં માટે મુક સેવાઓ આપી રહ્યા છે.

મોડી રાતે અંતિમવિધિ બાદ સફાઇ કરાય છે
મોડી રાતે અંતિમવિધિ સંપન્ન થયા બાદ સ્મશાનમાં આખા દિવસ દરમ્યાન બળેલ લાકડાનો કચરો, અન્ય કચરા વગેરેની સફાઈ માટે કૈલાશધામ સેવા સમિતિ, દૂધેશ્વર મહાદેવ, દાહોદ મુક્તિધામના ભક્તો દ્વારા ભગીરથ કાર્ય કરાય છે. અહીં આવનારા દરેક મૃત્યુદેહો માટે ઘાસ, ઘી, સરસીયુ, તેલ, કપૂર અગરબત્તી, કફનની મફત સેવાઓ આ સંગઠનો મારફતે અપાઇ રહી છે.

ઈશ્વર જ અમને શક્તિ આપે છે
દાહોદમાં દરરોજ 40થી 45 હિંદુઓની લાશો હાલની આવી વિકટ પરિસ્થિતિમાં સ્મશાને આવે છે. ત્યારે ઈશ્વર કૃપાએ તે કામમાં સેવા આપવાની મને- અમને તક મળી છે. કાળજું ફાટી જાય તેવા સંજોગો વચ્ચે કામ કરવાની શક્તિ ઈશ્વર જ અમને આપે છે. > લલિત પ્રજાપતિ, કાઉન્સિલર

દાહોદનો કરુણ મૃત્યુ આંક સ્મૃતિમાં રહેશે
​​​​​​​અગાઉ અન્ય સંગઠનો બાદ હવે વિવિધ હિંદુ સંગઠનોને કોરોનાકાળમાં થતા મૃત્યુની વિધિમાં મદદરૂપ બનવાની તક મળી છે. ત્યારે સવારથી રાત લગી અમારી વિવિધ ટુકડીઓ સ્મશાને જે તે કામને ફરજ સમજી નિષ્ઠાપૂર્વક કરે છે. ખરેખર જે રીતનો મૃત્યુ આંક છે તે દાહોદ શહેર અને જિલ્લા માટે છેલ્લા સો વર્ષના કરૂણતાના કીર્તિમાન સર્જી રહ્યાં છે.> અતુલ (બંટી) જૈન, RSS, નગર સંવાહક

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: