મુશ્કેલી: મંગળવારે દાહોદમાં વીજ પ્રવાહ બંધ રહેતાં હાલાકી
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- આખા શહેરમાં 6 કલાક સુધી બંધ
- મોટાભાગનો વ્યવહાર ઠપ્પ થયો
મંગળવારે સમગ્ર દાહોદ શહેરી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેતા અનેક ક્ષેત્રે તકલીફ સર્જાઈ હતી. દાહોદ શહેરના ગોદી રોડ તથા રેલ્વે બ્રિજની બીજી બાજુના વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં તા.22.06.’21 ને મંગળવારે છ કલાક વીજપુરવઠો બંધ રહેતા શહેરી વિસ્તારમાં અનેકવિધ તકલીફો સર્જાઈ હતી.જેટકો દ્વારા વીજપુરવઠો બંધ રખાતા તેનો લાભ લઈ દાહોદ MGVCL દ્વારા પણ આ સમયે શહેરી વિસ્તારની વિવિધ નાનીમોટી કામગીરી સંપન્ન કરવામાં આવી હતી.
એકતરફ શિક્ષણથી લઈ બેન્કિંગ સેક્ટર અને સરકારી કામકાજોથી લઈ આરોગ્ય ક્ષેત્રે રસીકરણની નોંધણી સહિતના તમામ કાર્યો ઓનલાઈન જ થતા થયા છે. ત્યારે અગાઉની માફક જે તે મંગળવારે જે તે અમુક જ ફીડરો બંધ રાખી સમારકામની કાર્યવાહી કરવા બદલે એકસાથે શહેરમાં વીજપ્રવાહ બંધ રાખવાની વીજવિભાગની નીતિ દિવસભર ચર્ચાનો વિષય બની હતી. જોકે વરસાદના આગમન બાદ દાહોદમાં થોડે અંશે ઠંડક ફેલાઈ ગઈ હોઈ ગત સપ્તાહે પ્રવર્તતી હતી તેવી ગરમીના પ્રકોપથી નગરજનો બચ્યાં હતા.
વીજ સપ્લાય કેમ બંધ રખાયો હતો?
રાબડાલ સ્થિત 132 કે.વી. સબસ્ટેશન તથા 11 કે.વી. ફીડર બ્રેકપેનલ અને જેટકોની પેનલનું જરૂરી સમારકામ અર્થે જેટકો દ્વારા પ્રિ- મોન્સુન કામગીરીના ભાગરૂપે સવારે 8 થી બપોરે 2 સુધીના આશરે 6 કલાક સુધી વીજપુરવઠો બંધ રખાયો હતો.
છેલ્લા કેટલાક સમયથી વીજપુરવઠો ખોરવાઈ જવાની માત્રામાં વધારો
હજુ તો ચોમાસાનો વ્વસ્થિત આરંભ પણ નથી થયો છતાં છેલ્લા કેટલાક સમયથી દાહોદમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો થયો છે. ત્યારે જ્યારે ચોમાસું જામશે ત્યારે તો શું જ થશે તેવી પણ ચર્ચા દાહોદવાસીઓમાં જન્મી છે. પ્રિ- મોન્સુન કામગીરીના ભાગરૂપે ચોમાસું આવતા પૂર્વે જ જે તે વૃક્ષોની લચી પડેલ ડાળીઓને ટ્રીમીંગ કરવી કે ફોલ્ટ ધરાવતા વાયરો બદલવા કે આગોતરું આયોજન કરી સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ડી.પી.ની જે તે ફરિયાદોના નિવારણ કરી દેવાના હોય છે. તો વરસાદના સમયે વધુ માત્રામાં તકલીફો ઉભી જ ન થાય. તેમ છતાં સ્માર્ટસીટી દાહોદમાં જ સમારકામના શીર્ષક હેઠળ વારંવાર વીજપુરવઠો ખોરવાતો રહે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed