મુશ્કેલી: દાહોદમાં વિકાસકાર્યો બાદ બનેલા રસ્તાની દુર્દશા બેઠી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ખોદકામ બાદ ગોધરા રોડ ઉપર બેસી ગયેલા રસ્તામાં માટી નાખ્યાં બાદ પુરાણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar

ખોદકામ બાદ ગોધરા રોડ ઉપર બેસી ગયેલા રસ્તામાં માટી નાખ્યાં બાદ પુરાણ કરવામાં આવ્યું હતું.

  • ગોધરા રોડનો રસ્તો ઢળી જતાં સરખો કરાયો
  • રસ્તા પર ઠેકઠેકાણે ખાડા અને કાંકરીઓ નીકળી

સ્માર્ટ સીટીની કાર્યવાહી અંતર્ગત થયેલ વિવિધ ખોદકામ બાદ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ નવા બની રહ્યા છે. ત્યારે શહેરના ગોધરા રોડનો નવો જ બનાવેલ આખો રસ્તો એકતરફ ઢળી પડવા સાથે અને કાંકરીઓ નીકળી જતા સમગ્ર રસ્તો ખખડપંચમ થઈ ગયો છે.

દાહોદના પ્રવેશદ્વાર ગણાતા ગોધરારોડ ખાતે ભૂગર્ભ ગટર, ગેસલાઈન અને વરસાદી પાણીની લાઈન માટે લાંબો‌ સમય ખોદકામ થયા બાદ હવે જ્યારે રસ્તા નવા બન્યા છે ત્યારે રસ્તા બન્યાના ગણતરીના દિવસોમાં જ એકતરફથી રીતસર ઢાળ થતો હોય તેમ રસ્તા ઢળી જવા સાથે ઠેકઠેકાણે ખાડા અને કાંકરીઓ બહાર નીકળવાનું શરૂ થઈ ગયું છે.

આ સાથે શહેરમાં તાલુકા પંચાયત રોડ સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાની હાલત ખસ્તા થવા પામી છે.તંત્ર દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાય છે તે વખતે શરતો કરવામાં આવતી હોવા છતાં હલકું મટીરિયલ વપરાતા ખરાબ રસ્તાથી કોઈ જાનહાનિ થશે તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો લોકમાનસમાં ઘુમરાઈ રહ્યા છે. હાલમાં દેસાઈવાડથી ગોધરારોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીનો નવો જ બનાવેલ રસ્તો એકતરફથી રીતસર ઢળી જતાં તેને માટી નાખીને સરખો કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: