મુદ્દત લંબાઇ: કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ વિવિધ જાહેરનામાઓની મુદ્દત લંબાવી, 21 મે સુધી નિયંત્રણો લાગુ રહેશે
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Restrictions Will Be In Force Till May 21, Extending The Period Of Various Declarations In View Of The Corona Transition Situation.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લાના શહેરો અને ગામોમાં લાગુ કરવામાં આવેલા નિયંત્રણો અમલમાં રહેશે
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓની મૃદ્દત પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા કલેક્ટર વિજય ખરાડીએ આગામી 21 મે સુધી લંબાવી છે. જે મુજબ દાહોદ નગરમાં આગામી 21 મે સુધી રાત્રીના 8 વાગેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. તથા રાત્રી સંચારબંધી દરમિયાન કેટલાક નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, જયારે ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
રાત્રી કરફ્યૂ દરમિયાન નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવુ પડશે
આ ઉપરાંત અન્ય એક જાહેરનામા દ્વારા ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા નગર, પીપલોદ ગામ, ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામ, સુખસર ગામ, ગરબાડા તાલુકાના ગરબાડા ગામ, જેસાવાડા ગામ, લીમખેડા તાલુકાના લીમખેડા ગામ, પાલ્લી ગામ, સંજેલી તાલુકાના સંજેલી ગામ, સીંગવડ તાલુકાના સીંગવડ ગામ, ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે જે રાત્રી કરફ્યુ (રાત્રીના 8 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી) અમલમાં છે. તેની મુદ્દત પણ લંબાવીને આગામી તા. 21 મે સુધી કરવામાં આવી છે.
કલેક્ટર દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોની મુદ્દત પણ એક જાહેરનામા દ્વારા આગામી તા. 21 મે સુધી લંબાવવામાં આવી છે. ઉક્ત જાહેરનામાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ વિવિધ જોગવાઇઓ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed