મુણધામાં સોમવારે ગુમ સગાભાઇઓના મૃતદેહ બુધવારે કૂવામાંથી મળી આવ્યાં

5 અને 3 વર્ષિય ભાઇઓ રમતાં-રમતાં વેરાન સ્થળે ગયા હોવાની આશંકા બાળકો ગુમ થવા અંગે સોશિયલ મીડીયા ઉપર મેસેજ…

 • Dahod - મુણધામાં સોમવારે ગુમ સગાભાઇઓના મૃતદેહ બુધવારે કૂવામાંથી મળી આવ્યાં

  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઝાલોદ તાલુકાના મુણધા ગામમાં 5 અને 3 વર્ષિય સગા ભાઇઓ સોમવારની બપોરના 1.30 વાગ્યે ગુમ થયા હતાં. પરિવારની શોધખોળ છતાં તેમનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. અંતે બુધવારના રોજ બંનેના મૃતદેહ ગામના વેરાન સ્થળે આવેલા કૂવામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ બંને ભુલકાં રમતાં-રમતાં કૂવા નજીક જતાં રહ્યા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે લીમડી પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની તજવી જ હાથ ધરી છે.

  ઝાલોદ તાલુકાના મુણધા ગામમાં રહેતાં શૈલેષભાઇ ભાભોરનો 5 વર્ષિય પૂત્ર સંજય અને ત્રણ વર્ષિય પૂત્ર વીજય સોમવારની બપોરના સમયે ઘર આગળ રમી રહ્યા હતાં. બપોરના 1.30 વાગ્યા બાદ બંને જોવા મળ્યા ન હતાં. મોડે સુધી ઘર નહીં આવેલા બંનેની પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખુ ગામ શોધ્યા બાદ પણ પત્તો નહીં મળતાં આસપાસના ગામોમાં તપાસ કરવામાં આવી

  …અનુ. પાન. નં. 2

  મુણધા ગામે સોમવારે ગુમ થયા બાદ બુધવારે કૂવામાંથી મૃત મળેલા સગાભાઇઓ તથા ગામલોકો નજરે પડે છે.

 • Dahod - મુણધામાં સોમવારે ગુમ સગાભાઇઓના મૃતદેહ બુધવારે કૂવામાંથી મળી આવ્યાં

  +1બીજી સ્લાઈડ્સ જુઓ

 • Dahod - મુણધામાં સોમવારે ગુમ સગાભાઇઓના મૃતદેહ બુધવારે કૂવામાંથી મળી આવ્યાં

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: