મિલકત મુદ્દે મર્ડર: દાહોદમાં ઝઘડો થતાં કાકાએ ચાકુના ઘા ઝીંકી ભત્રીજાની હત્યા કરી, બચાવવા ગયેલી મૃતકની પત્ની ઈજાગ્રસ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

હોસ્પિટલમાં યુવાનનો મૃતદેહ
- મિલકતને લઇને કાકા-ભત્રીજા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા, આજે થયેલી તકરારમાં ખુની ખેલ ખેલાયો
- ભત્રીજાની હત્યાનો આરોપી કાકો ઘટના સ્થળે ફરાર થઈ ગયો, દાહોદ પોલીસે તપાસ શરૂ કરી
દાહોદના કસ્બા વિસ્તારના પિંજરવાડ ખાતે આજે વહેલી સવારે કાકા અને ભત્રીજા વચ્ચે મિલકતના મામલે ઝઘડો થતાં ઉપરાછાપરી ચાકુના ઘા મારીને કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખી હતી. મૃતકની પત્ની વચ્ચે છોડાવવા પડતા તેના પર પણ ચાકુ વડે હુમલો થયો હતો. જેથી તેને દાહોદની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
લોહીથી લથબથ ભત્રીજાને ગંભીર ઇજાઓ થતાં મોત
દાહોદના કસ્બા વિસ્તારના પિંજરવાડ નૂર મસ્જિદની પાસે રહેતા એક પરિવારના કાકા અને ભત્રીજા વચ્ચે અવારનવાર મિલકત મુદ્દે ઝઘડાઓ થતાં હતા. જોકે આજે કાકા-ભત્રીજા વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખૂની ખેલ ઉપર ઉતરી આવ્યા હતા. એકબીજાના દુશ્મન બની બેઠેલા કાકા-ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. જેમાં કાકા શાહનવાજ મન્સૂરી ચાકુ લઈને દોડી આવ્યા હતા અને ભત્રીજા નવાજભાઈને છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકી દેતા તેઓ લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ કમાટીભર્યું મોત નીપજયું હતું. આ દરમિયાન તેમની પત્ની વચ્ચે છોડવવા પડતા તેમની પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવી છે.

હુમલામાં ઇજાગ્રસ્ત મહિલા
હત્યાનો આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો
ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે આ ઘટનાને અંજામ આપી શાહનવાજ મન્સૂરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ઈજાગ્રસ્ત મહિલાને પોલીસની ગાડીમાં હોસ્પિટલ લઈ જવાની તૈયારી
પોલીસે સરકારી ગાડીમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી
ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાના ખસેડવા એમ્બ્યુલ્સ ન મળતા પરિવારજનો મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. જોકે તે સમયે દેવદૂત બનીને આવેલી દાહોદ પોલીસે તાબડતોડ ઈજાગ્રસ્ત મહિલાને સરકારી ગાડીમાં સમયસર દવાખાને પહોંચાડી માનવતા મહેકાવી હતી.

પોલીસની ગાડીમાં મહિલાને પોલીસ સ્ટેસન લઈ જવાઈ

મહિલાને પોલીસની ગાડીમાંથી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી

દાહોદની હોસ્પિટલમાં મહિલા સારવાર હેઠળ

દાહોદના કસ્બા વિસ્તારના પિંજરવાડ ખાતે પોલીસ કાફલો
Related News
કાર્યવાહી: લીમડી-ચાકલીયા ચોકડીથી 1.46 લાખના દારૂ સાથે 1 ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
દુર્ઘટના: દાહોદમાં ઘરમાં શોટસર્કિટથી આગ લાગતા 3 બાળકો દાઝ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed