માલગાડી સમયસર ચાલવાની ટકાવારી 45થી 65 પર પહોંચી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મુસાફર ટ્રેન નહીં ચાલતા ટ્રેક ખાલી મળી રહ્યા છે, ગુડ્સની સ્પીડમાં વધારો
  • રતલામ મંડળથી 110 માલગાડી પસાર થાય છે : સ્પીડને 35 વધારીને 55ની કરાઇ

નિયમીત ટ્રેનો નહીં ચાલવાનો લાભ લઇને રેલવેએ પુરુ ફોકસ માલગાડીયો ઉપર કરી દીધુ છે. રતલામ મંડળથી હાલમાં આશરે 110 ગુડ્સ ટ્રેનો પસાર થાય છે. તેમાં 65 ટકાને આદર્શ સમય 5થી 10 મીનીટમાં રવાના કરવામાં આવી રહી છે. લોકડાઉન પહેલા આ આંકડો 45 ટકા હતો. ગુડ્સ ટ્રેનને 5થી 10 મીનીટના સ્ટોપેજ સમયમાં રવાના કરવા માટે રેલવેએ પ્લેટફોર્મના બંને છેડે ત્રણ શિફ્ટમાં સહાયક ડ્રાઇવરની ડ્યુટી લગાવી મુકી છે.

આ ડ્રાઇવર સમયમાં આવવા, લાઇન બોક્સ ચઢવા, એન્જીનમાં સેનિટાઇજેશનથી માંડીને રવાના થયા સુધીની મોનીટરીંગ કરાઇ રહી છે. કોઇ ખામી નજરે ચઢતા તેઓ તરત જ સ્ટેશન સ્ટાફ અથવા કંટ્રોલને જાણ કરતાં વ્યવસ્થા કરી દેવાય છે. ગુડ્સ ટ્રેન સમયસર ચાલતા રેલવેને આવકમાં પણ 8થી 9 ટકાનો વધારો થઇ ગયો છે. જૂનમાં રલેવેએ દરરોજ 815 વેગર લોડિંગથી 137 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

નિયમિત ટ્રેનો સપ્ટે.માં જ ચાલશે
જુલાઇમાં રેલવેની કમાણી આશરે 137.8 કરોડ રૂપિયા રહી હતી.રેલવે બોર્ડ હવે નિયમીત ટ્રેન સપ્ટેમ્બરમાં જ ચલાવશે. ત્યારે રેલવે હવે ગુડ્સ ટ્રેનને ફાસ્ટ દોડાવવા માટે વિવિધ પગલા ભરી રહ્યું છે.

સમયસર ગુડ્સ દોડાવવા કયા પગલા ભર્યા

  • ગુડ્સ ટ્રેનની એવરેજ સ્પીડ 33થી 35 કિમી પ્રતિ કલાકથી વધારીને 55 કિમીથી વધુ પહોંચી ગઇ છે.
  • દિલ્હી-મુંબઇ રેલવે ખંડના રતલામ-ગોધરા રૂટ પર ગુડ્સ ટ્રેનોને રેલવે આશરે 60 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડાવી રહ્યું છે.
  • તેમાં પણ કંટેનર વાળી ગુડ્સ ટ્રેનોને તો 75થી 80 કિમીની સ્પીડે દોડાવાઇ રહી છે.
  • ટ્રેન આવીને ઉભી થયાથી માંડીને રવાના કર્યા સુધીના સમયની ડીઆરએમ વિનીત ગુપ્તા અને સીનિયર ડીઓએમ વિપુલ સિંઘલ પોતે મોનીટરીંગ કરી રહ્યા છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: