મારામારી: દાહોદ શહેરમાં જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી સર્જાઈ, મહિલા જવાન ચોધાર આંસુએ રડી પડી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીની માગ કરવામાા આવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયાને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં મહિલાની સુરક્ષા અને મહિલાના માન, સન્માનની થતી મોટી મોટી વાતો વિસરાતી એક ઘટના દાહોદમાં જોવા મળી. દાહોદ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ભરપોડા સર્કલ ઉપર શહેર પોલીસ મથકની બરાબર સામે આજરોજ એક મહિલા હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં ઉપસ્થિત સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધ બન્યાં હતાં.
દાહોદ તાલુકાના છાપરી ગામે નવા ફળિયામાં રહેતી દિપીકાબેન કિતારભાઈ સાંસી દાહોદ શહેર પોલીસ વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આજરોજ વહેલી સવારે આ મહિલા હોમગાર્ડ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ ભરપોડા સર્કલ (સરસ્વતી સર્કલ) પાસે સિગ્નલ પર પોતાની ફરજમાં હતાં. તે સમયે ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ચાલુ સિગ્નલ પરથી કાયદા વિરૂધ્ધ જવાનો પ્રયાસ કરતાં મહિલા હોમગાર્ડ દિપીકાબેને આ પોલીસ કોન્સ્ટેબલને તેની મોટરસાઈકલ સાથે રોક્યાં હતાં અને અને કાયદાનું ભાન કરાવતાં એકદમ ઉશ્કેરાયેલ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહ એકદમ ઉશ્કેરાયો હતો અને મહિલા હોમગાર્ડ દિપીકાબેનને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો.
પોલીસે કોન્સ્ટેબલે ગાળો આપતા દિપીકાબેને ગાળો બોલવાની ના પાડી હતી અને તેમ છતાંયે આ પોલીસ કોન્સ્ટેબલ બેફામ ગાળો બકતો રહેતો હોવાથી દિપીકાબેને તેને એક લાફો ઝીંકી દીધો હતો. આ બાદ એકદમ આવેશમાં આવી ગયેલા આ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહે મહિલા હોમગાર્ડને જાહેરમાં પકડી માર મારવા લાગ્યો હતો અને વાળ પકડી તેમજ કોલર પકડી ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. મોંઢા ઉપર અને માથાના ભાગે નખ મારી ઈજાઓ પહોંચાડી હતી.
મહિલા હોમગાર્ડના જણાવ્યા અનુસાર, આ આખી ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે અને તેને જોઈ પોતાને ન્યાય મળે તે માટે દાહોદ શહેર પોલીસ મથકે આ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહ વિરૂધ્ધ લેખિતમાં અરજી કરતાં પોલીસે આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed