મારનુ કારણ મોબાઈલ: ધાનપુરના ભુવેરોમા સગીરાઓએ મોબાઈલ પર વાત કરતાં ગામ લોકોએ સગીરાઓ અને પરિવારજનોને ઢોર માર માર્યો
દાહોદએક કલાક પહેલા
- ગામ લોકોએ ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ
- આ ઘટનાનાનો વીડિયો વાયરલ થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભુવેરા ગામે ફરીવાર ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ સગીરાઓ મોબાઈલ ફોનથી વાતચીત કરતાં નજરે પડતાં ગામમાંજ રહેતાં 15 થી વધુ લોકોના ટોળાએ બંન્ને સગીરાઓ તથા તેમના પરિવારજનોને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી અપમાનિત કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. જોકે, આ ઘટનાનાનો વીડિયો વાયરલ થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
ગત તા.25મી જુનના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક 13 વર્ષીય અને 16 વર્ષીય સગીરા એમ આ બંન્ને સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. આ બંન્ને સગીરાઓ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતાં પકડાઈ જતાં ધાનપુર તાલુકાના ભુવેરા તથા અલિન્દ્રા ગામે રહેતાં સોમા દલસીંગભાઈ ડામોર, કબા સીમળીયાભાઈ ડામોર, બદીયા રૂમાલભાઈ ડામોર, દિનેશ કબાભાઈ ડામોર, બાબુ મુળસીંગભાઈ ડામોર, રમણ સોમાભાઈ ડામોર, રમેશ સામસીંગબાઈ ડામોર, પીસા શનીયાભાઈ ડામોર, સીમા બચુભાઈ ડામોર, ભારત સોમાભાઈ ડામોર, શૈલેષ બાદરભાઈ ડામોર, તેરીયા સામસીંગભાઈ ડામોર, અનીલ પરસુભાઈ ડામોર, રાજન પુનીયાભાઈ પરમાર અને મનીષ રસુભાઈ પરમારનાઓએ આ બંન્ને સગીરાને પકડી પાડી તેઓને તથા તેઓના પરિવારજનોને ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી હતી.
ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સગીરાના વાલીવારસા દ્વારા ધાનપુર પોલીસ મથકે ઉપરોક્ત ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed