મામલતદારને આવેદન: સંજેલીમાં ‘ભાજપ તેરે રાજ મેં સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા અને બેનરો પોસ્ટરો સાથે રેલી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંજેલી કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના આંદોલન અંતર્ગત મામલતદારને આવેદન

પેટ્રોલ ડીઝલ, ગેસ સિલિન્ડર તેલના ભાવમાં વધારાના વિરોધમાં જનચેતના આંદોલન હેઠળ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને સત્તામાં ભાજપ મસ્ત જનતા ભાવ વધારામાં ત્રસ્ત બેનરો સાથે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા રેલી યોજી સંજેલી મામલતદારને આવેદન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી ભાજપ પ્રજા વિરોધી શાસનમાં વિશેષત: ગરીબ અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે.

દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલ ગેસ તેલ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને પ્રજાજનોને પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે જેને લઈને આજે શનિવારના રોજ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદ નિનામા અને તાલુકા પ્રમુખ ભુરસીંગભાઇ તાવિયાડની અધ્યક્ષ સ્થાને ફતેપુરા ઝાલોદ સમિતિના પ્રમુખ પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર, જિલ્લા કો ઓર્ડિનેટર અનીસ ડબ્બા, તાલુકા સભ્યો હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સંજેલીના મુખ્ય બજારમાં બેનરો પોસ્ટરો અને ‘ભાજપ તેરે રાજ મેં સસ્તા દારૂ મેહંગા તેલ’ ‘મોંઘો ગેસ મોંઘુ તેલ’ ‘બંધ કરો લૂંટનો ખેલ’ ‘એક તરફ કોરોનાનો માર ઉપરથી મોંઘવારી ભાર હવે કંઇક તો શરમ કરો સરકાર’ ‘પેટ્રોલ 100 સે પાર હૈ મોદી હે તો સબ મુમકિન હૈ’ સહિત નારાઓ સાથે મોંઘવારી વિરોધી રેલી યોજી પ્રજાજનોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: