માનવભક્ષી/ 38 દિવસે દીપડો- દીપડી પાંજરે પુરાયા, આદમખોરના આતંકનો ઘટનાક્રમ

Leopard Caught After 38 Days, Killed- Goat, Hens & Three People

+2બીજી સ્લાઈડ્સ જુઓ

વન વિભાગે ગોઠવેલા પીંજરાઓ દર્શાવતુ મેપ

* દીપડીનો એક દાંત અડધો તૂટેલો, અન્યમાં સડો, ફૂટમાર્ક પણ લગભગ સરખા

* મધ્યપ્રદેશથી એક દિવસમાં 6 કિમીનું અંતર કાપ્યું, છેલ્લે ભામણથી MPમાં હિજરત કરી હતી

* પ્રથમ કિશોરીને મારી હતી ત્યાં કૌટુંબી આવી પાંજરે પુરાઇ, 38 દિવસ બાદ વન વિભાગમાં ક્ષણિક હાશકારો

દાહોદ: ધાનપુર તાલુકામાં છેલ્લા 38 દિવસથી દીપડાએ કેર વર્તાવ્યો હતો. બકરા, મરઘાનું મારણ કરવા સાથે 5થી વધુ લોકોને ઘાયલ કરવા ઉપરાંત 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. જંગલ વિસ્તારમાં ફફડતે હૈયે લોકોને રહેવાનો વારો આવ્યો હતો ત્યારે કૌટુંબીમાં પકડાયેલી 6થી 7 વર્ષીય દીપડી મામલે વન વિભાગ અવઢવમાં છે પરંતુ તે જ આદમખોર હોવાના પુરાવા મળ્યા છે.

દીપડાના આંતકનો ઘટનાક્રમ

29 ઓક્ટોબર: રાછવામાં ચાર વર્ષની નિલેશ્વરી ઘરના આગણામાં પ વાગ્યે રમી રહેલી દીપડો ઉઠાવીને ભાગતા લોકોએ દેકારો દેતા ઘરથી 60 મીટર દુર બાળકીને છોડીને ભાગી ગયો, ઘટનાને પગલે વનવિભાગ બે પાંજરા ગોઠવ્યા.

1 નવેમ્બર: રાછવામાંથી કુતરાનું મારણ કરી પાંજરાની નજીક દીપડાએ મિજબાની માણી, દીપડાના આમલીમેનપુર, રાછવાના જંગલમાં આંટાફેરા.
13 નવેમ્બર: આંબલી મેનપુરના ડે.સરપંચ ઉપર હુમલાનો પ્રયાસ, સતત એક અઠવાડીયુ મેનપુરમાં આસપાસમાં બકરા મરઘાનું મારણ કર્યુ. જંગલની નજીક એકલી રહેતી વિધવાએ પોતાનું ઘર છોડ્યું, દીપડાએ જંગલ વિસ્તાર બદલ્યો.

21 નવેમ્બર: ડુમકાની નવ વર્ષની કિશોરી અન્ય મહિલાઓ સાથે જંગલમાં લાકડા વીણવા જતા અસ્વિનિતાબેનનું દીપડાએ મોત નીપજાવ્યું, દીપડાએ જંગલ બદલ્યું.
21 નવેમ્બર: રાત્રીના કૌટુંબીમાં ઘરમાં સુતેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો મહિલાને સામાન્ય ઇજા,વનવિભાગ સક્રિય બની અન્ય પાંજરાઓ ગોઠવ્યા કોટંબી, ખલતા, પુના કોટામાં મારણ સાથે પાંજરા. સાંજે બાઇક સવાર પર હુમલો

22 નવેમ્બર: પુનાકોટા જંગલ વિસ્તાર રેન્જ વાસીયાડુંગરીમાં ખલતાગામની કાકા સાથે બકરા ચરાવતી જોશનાનું બકરાના ટોળામાં બકરાનો શિકાર નહી કર્યો પરંતુ છેલ્લે આવતી જોશનાબેન પર તરાપ મારીને મોત નીપજાવ્યું, ત્યાર બાદના દિવસોમાં નાનીમલુમાં કૂતરા બકરાનું મારણ.

26 નવેમ્બર: ભાણપુરના જંગલમાં લાકડા વિણવા ગયેલી 64 વર્ષિય મહિલાને શિકાર બનાવ્યો. ઘટનાને પગલે 8 પાંજરા મારણ સાથે, સીસી ટીવી, છુટા બકરા, ગીરની ટ્રેકર ટીમ, ભાવનગર, વડોદરાનો સ્ટાફ દીપડાને પકડવામાં મદદે આવ્યાં.

30 નવેમ્બર: પાંજરામાં મારણના સ્થાને વન કર્મચારીઓને બેસાડ્યા છતાં દીપડો હાથ ના લાગ્યો.
1 ડિસેમ્બર: મ. પ્ર. તરફ પ્રયાણ કરી યુવક પર હુમલો
2 ડિસેમ્બર: મધ્યપ્રદેશમાં બકરીને ફાડી ખાધી
5 ડિસેમ્બર: મધ્યપ્રદેશમાં કુતરાનું મારણ કર્યું
6 ડિસેમ્બર: કૌટુંબીમાં પ્રથમ કિશોરીને મારી હતી તેનાથી દૂર પાંજરામાં પકડાયો

પ્રત્યક્ષદર્શીને દીપડી બતાવાશે

પુના કોટાના સીમ વિસ્તારમાં ખલતા-ગરબડી ગામના કાળુભાઈ પરમાર તેમની ભત્રીજી જોસના બેન સાથે બકરા ચરાવતા હતા ત્યારે દીપડાએ જોશનાબેન પર હુમલો કરીને તેને પકડીને લઈ જતા તેમણે આ દીપડાને નજરે જોયો હતો. ત્યારે હુમલો કરનાર આ પકડાયેલી દીપડી છે કે અન્ય કોઇ તે ચોક્કસ કરવા માટે કાળુભાઇને વન વિભાગ રેસ્કુય સેન્ટર ખાતે લઇ જનાર હોવાનું જાણવા મળ્યું છે.

પુરાવા મળે છે પણ હાલ તે જ હોવાનું કહી ન શકાય

કૌટુંબીમાં પકડાયેલી દીપડીનો એક દાંત તુટેલો છે અને અન્ય દાંતમાં સડો છે. ફુટ માર્ક પણ લગભગ સરખા છે પરંતુ ભૂતકાળમાં લોકોના મોત નીપજાવનાર આ જ દીપડી છે તેવું હાલમાં સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. તેને રેસ્ક્યુ સેન્ટર ખસેડી દેવામાં આવી છે- ઑજનકસિંહ ઝાલા, DFO, દાહોદ

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો…


Related News

Comments are Closed

%d bloggers like this: