માનવતાનો સાદ: દાહોદના જૈન સંઘ દ્વારા 450થી વધુ હોમ ક્વોરોન્ટાઇન લોકોને બે સમયના ભોજનની સેવા શરૂ કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- પિતૃઋણ અદા કરવા શહેરના 1400થી વધુ લોકોને આપે છે પૌષ્ટિક ભોજન દાહોદના શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા સેવાકાર્ય શરૂ કરાયું છે
કોરોનાના તીવ્ર સંક્રમણના દોરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યાં છે. અને ઘરના દરેક સભ્યો હોમ ક્વોરન્ટાઇન હોય ત્યારે બે સમયનું જમવાની વ્યવસ્થા પણ મુશ્કેલ બને છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાહોદના શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા દાહોદના 450થી વધુ હોમ કવોરન્ટાઇન લોકોને બે સમયનું જમવાનું પુરૂ પાડવામાં આવે છે.
સંઘ દ્વારા રોજ 1400 લોકોને પૌષ્ટિક આહાર અપાય છે
એટલું જ નહીં, શહેરના દવાખાનાઓમાં દાખલ દર્દીઓના સગાઓની પણ આ સંઘ દ્વારા સંભાળ લેવામાં આવે છે. અને રોજ તૈયાર થતા 1000 જેટલા ટિફિનનું પોષ્ટિક જમણવાર યુવાઓની ટીમ દ્વારા સમયસર પહોંચતુ કરવામાં આવે છે. આમ સંઘ દ્વારા રોજ 1400 લોકો સુધી પૌષ્ટિક જમવાનું પહોંચતુ કરવાનું પુણ્યકાર્ય અહીં થાય છે.
કોરોનાની આફતમાં લોકોને મદદરૂપ થવાનો આ વિચાર મૂળ રિન્કુભાઇ ભંડારીનો. તેમના પિતા મહેશચંદ્વ ભંડારીના નિધન બાદ તેમની સ્મૃતિમાં રિન્કુભાઇએ 10 દિવસ સુધી કોરોનાથી અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા આ પ્રવૃતિ શરૂ કરી હતી. તેમની પ્રવૃતિમાં શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘના યુવાનો પણ સેવાભાવથી જોડાયા અને સમાજના અગ્રણીઓએ આ સેવાકાર્યનો યજ્ઞ સતત પ્રજ્વલિત રહે એ માટે રિન્કુભાઇની વ્હારે આવ્યા અને વિકટ સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવૃતિ ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો છે.
સેવાયજ્ઞમાં રોજના 1400થી વધુ ટિફિન તૈયાર થાય છે
દાહોદના સીમંધર સ્વામી જૈન દેરાસર ખાતે ચાલી રહેલા આ સેવાયજ્ઞમાં રોજના 1400થી વધુ ટિફિન તૈયાર થાય છે. જમવાનું પણ જૈન-સાત્વિક, પૌષ્ટિક અને લહેજદાર બને છે. એક ટિફિનમાં બે શાક રોટલી, દાળ-ભાત અને એક મિઠાઇ હોય છે. રોજિંદો ખર્ચ 60 હજારથી વધુનો આવે છે. જમણવાર તૈયાર કરનારથી સેવામાં રોકાયેલા લોકો સુધી સૌ કોઇ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને સામાજિક અંતરના નિયમો બરાબર પાળે છે.
રિન્કુભાઇની સેવાપ્રવૃતિ પિતા માટે સાચી શ્રદ્ધાંજલી બની
ટિફિન માટે સવારથી ફોન આવવાના શરૂ થઇ જાય અને સવારે 700 જેટલા ટિફિન તૈયાર થાય અને સાંજે પણ એટલા કે એથી પણ વધુ હોય છે. 35 યુવાઓની ટીમ તૈયાર ટીફીનો લઇને સમયથી નીકળી પડે અને લોકો સુધી ગરમ-ગરમ ભોજન જ પહોંચતું કરે છે. રિન્કુભાઇએ શરૂ કરેલી આ સેવાપ્રવૃતિ તેમના પિતા માટે સાચી શ્રદ્ધાંજલી બની છે. કોરોના સંક્રમિત થતા પરિવારો મોટી આફતમાંથી પસાર થતા હોય છે અને માનસિક રીતે પણ તુટી જવાનો અહેસાસ થતો હોય છે. ત્યારે શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા ચાલી રહેલો સેવાયજ્ઞ તેમને મોટી રાહત બને છે. કોરોનાના કસોટીકાળમાં માનવતાનો સાદ ઝીલી લઇને આદરેલી સેવાપ્રવૃતિ લોકોની જઠરાગ્નિ ઠારવાનું મોટું પુણ્યકાર્ય બની રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed