માતા-બાળ મરણ અટકાવવા સમયસર સગર્ભાના નામની નોંધણી કરાવવી જોઇએ

ચીલાકોટા ખાતે રાત્રી ગ્રામસભા યોજવામાં આવી

  • Dahod - latest dahod news 022200

    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા પ્રાથમિક શાળા સંકુલ ખાતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામ સભા યોજાઇ હતી. કલેક્ટર વિજય ખરાડીએ માતા અને બાળ મરણ અટકાવવા સમયસર સગર્ભા માતાના નામની નોંધણી કરાવવા સંબંધિત અધિકારીઓ, વાલીઓ અને ગ્રામજનોને તાકીદ કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા રમતગમત મેદાન, ગામમાં રાષ્ટ્રીય કૃત બેંકની શાખા, ગટરની વ્યવસ્થા, રસ્તાના કામો, આંગણવાડીના મકાનો, હાટ બજાર શરૂ કરવા, જેસાવાડા પોલીસ સ્ટેશનને બદલે લીમખેડા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગામનો સમાવેશ કરવા, ગ્રામ પંચાયતનું નવું મકાન બને, એક ફળિયાથી બીજા ફળિયાને જોડતા અગત્યના રસ્તા માટે રજૂ થયેલા પ્રશ્નોને કલેક્ટરે સાંભળી ઉકેલ લાવવા સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી. રાત્રી ગ્રામ સભામાં તલાટી પલક પટેલે ગામનો અહેવાલ રજૂ કર્યો હતો. સ્વાગત પ્રવચન મામલતદારે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારદર્શન પશુપાલન પાલન અધિકારી ડો. કમલેશ ગોંસાઇએ કર્યુ હતુ.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: