માતા-પિતાના ડખામાં 4 વર્ષની બાળકીની અંત્યેષ્ઠિ અટવાઇ

વડોદરાથી વતન લવાયેલો મૃતદેહ પાછો વડોદરા મોકલાયો પત્ની છુટાછેડાના કાગળો પર સહી કરે ત્યારે જ મૃતદેહ …

 • Dahod - માતા-પિતાના ડખામાં 4 વર્ષની બાળકીની અંત્યેષ્ઠિ અટવાઇ

  સંજેલી તા.ના નેનકી ગામે રીસાઇને બેઠેલી યુવતિની ચાર વર્ષિય પૂત્રી ગરમ પાણીથી દાઝી ગયા બાદ વડોદરામાં સારવાર વેળા મોતને ભેંટી હતી. મૃતદેહ વતન લવાતા એસઆરપીમાં ફરજ બજાવતાં પતિએ છુટ્ટાછેડાના કાગળો ઉપર સહી કરી આપ્યા બાદ જ મૃતદેહ સ્વિકારવાની વાત કરી ડખો ઉભો કર્યો હતો. જેથી બાળકીનો મૃતદેહ પાછો વડોદરા મોકલાયો હતો. પતિ-પત્નીના ગૃહ ક્લેશમાં 48 કલાક બાદ પણ બાળકીની અંત્યેષ્ઠિ શક્ય બની ન હતી.

  સંજેલી તાલુકાના તારમી ગામના રહેવાસી અને પાવડી એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતાં અરવીંદભાઇ હઠીલાના લગ્ન નેનકી ગામની પ્રભાબેન સાથે થયા હતાં. પ્રભાબેની કુખે અવતરેલી બાળકીનું નામ કેયુરી રાખવામાં આવ્યું હતું. પતિ અરવીંદ સાથે અણબનાવ થતાં ચાર વર્ષિય કેયુરીને લઇને પ્રભાબેન પિયર નેનકી ગામે જતાં રહ્યા હતાં.2 ઓક્ટોબરના રોજ ચૂલા ઉપર મુકેલા ગરમ પાણીથી દાઝેલીકેયુરી ગંભીર રૂપે દાઝીજતાં તેને વડોદરાનાસયાજી દવાખાને ખસેડવામાં આવી હતી. ત્યાં 14મી તારીખ રવીવારની બપોરના દોઢ વાગ્યે તેનું મોત થયું હતું. આ મુદ્દે વિવાદ વકરતાં દવાખાનાની વિધિ પૂર્ણ થયા બાદ કેયુરીનો

  …અનુ. પાન. નં. 2

  મૃતદેહ ન સ્વિકારતાં પાછો મોકલાયો હતો

  વડોદરાથી આવેલી વર્ધીના આધારે અકસ્માતે મોત અન્વયે એન્ટ્રી કરી હતી. બાળકીનો પિતા છુટ્ટાછેડાના કાગળો મળે પછી જ મૃતદેહ સ્વિકારવાની વાત કરતો હતો. મૃતદેહ નહીં સ્વિકારતાં પાછો વડોદરા મોકલી અપાયો હતો.ભુરાભાઇ માવજીભાઇ, પીએસઓ,સંજેલી પો.મથક

  છુટાછેડાના કાગળ નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારાય

  રવીવારે એમ્બ્યુલન્સમાં બાળકોનો મૃતદેહ લઇને પરિવારસાથે સંજેલી પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઘરે જવા નીકળતાં બાળકીના પિતાએ એમ્બ્યુલન્સ રસ્તામાં ઊભી કરાવી દીધી હતી. મારી પત્ની સાથે છુટ્ટાછેડાના કોર્ટ કાગળો નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ઘરે નહીં લઇ જવાય.24 કલાક બાળકીનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં પડી રહ્યો હતો.પ્રિતેશકુમાર, એમ્બ્યુલન્સના ચાલક

  છોકરા થતાં નથી કહી જમાઇ માર મારતો હતો

  બાળકીનો જન્મ થયા બાદ જમાઇ મારી દીકરી સાથે ઝઘડા કરતો હતો.તને છોકરો કેમ થયો નથી કહી અવાર-નવાર ત્રાસ ગુજારતો હતો. જમાઇ અને તેના પરિવારના કારણે મારી પૌત્રિની અંતિમ વિધિ અટવાઇ છે.લીમસિંગભાઇ વીરાભાઇ, મૃતકના નાના

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: