માઠા સમાચાર: દાહોદ જિલ્લામાં ચાર સરકારી તબીબ સહિત આઠ કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આજથી એક વર્ષ પહેલાં જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો

દાહોદ જિલ્લામાં કોરોનાનો કહોર વધી ગયો છે. ત્યારે ગંભીર કોરોના કાળમાં હવે આરોગ્ય કર્મીઓ પણ ભોગ બની રહ્યા છે. જિલ્લામાં ચાર સરકારી તબીબ અને ચાર આરોગ્ય કર્મીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ એક વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય દિનના બીજા જ દિવસે આઠ એપ્રિલે નોંધાયો હતો.

દાહોદ જિલ્લામાં ગઇ કાલ સુધી કોરોનાનો આંક 3300 ને પાર કરી ગયો છે. જિલ્લામાં એક્ટિવ કેસ પણ 209 થઇ ગયા છે. જિલ્લામાં હાલમાં કોરોનાને કારણે મૃત્યુ પણ થઇ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે રાતના 8 થી 6 સુધી ભલે કર્ફ્યુ લગાવ્યું છે. પરંતુ ગામડામાં ચાલતા લગ્નસરાને કારણે સંક્રમણ વધી શકે છે. ઉપરાંત તેને કારણે જ બજારોમાં ભારે ભીડ જામી રહી છે. જેથી કલેક્ટરે વેપારીઓ સાથે પણ બેઠક કરી હતી.

પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનુ ચુસ્ત પાલન કરાવવું અતિ આવશ્યક છે. કારણ કે શહેરોમાંવસતા, શિક્ષિતો અને વેપારીઓ પણ કોરોનાને આવગણી રહ્યાં છે. જિલ્લામાં કોરોના વધી રહ્યો છે. ત્યારે ડોકટર્સ અને આરોગ્ય કર્મીઓ જીવના જોખમે રાત દિવસ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આરોગ્ય કર્મીઓ તો ઘરે ઘરે ફરીને કોરોનાના દર્દીઓને શોધી રહ્યાં છે. તેમજ રસીકરણનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ તમામ કામગીરીમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ જનસામાન્ય માટે દેવદુત સમાન છે.

તેવા સમયે કોરોનામાં લોકોની સેવા કરતાં કરતાં આવા કોરોના યોદ્ધાઓ પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આજે વિશ્વ આરોગ્ય દિને પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લામાં ચાર સરકારી તબીબો કોરોનામાં સપડાયા છે. જેમાં સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ચાર આરોગ્ય કર્મીઓ પણ પોતાની ફરજ દરમિયાન સંક્રમિત થતાં હાલ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં કોરોનાની શરૂઆતને સ્થાનિકો આજે ભુલી શકે તેમ નથી. કારણ કે ગત વર્ષે વિશ્વ આરોગ્ય દિવસના બીજા જ દિવસે 8 એપ્રિલના રોજ કોરોનાનો સર્વપ્રથમ કેસ જિલ્લા મથક દાહોદમાં નોંધાયો હતો. જેમાં ઇન્દૈારથી દફનવિધિ કરવા આવેલા પરિવારની એક નાની દીકરી સ્વરુપે જિલ્લામાં કોરોનાએ ખાતું ખોલાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: