માગણી: પંદરમાં નાણાપંચની કામગીરીમાં ગ્રામ પંચાયતને મુખ્ય એજન્સી રાખવા આવેદન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સરપંચોની માંગણી મુદ્દે કલેક્ટર અને ડીડીઓને આવેદન અપાયા
દાહોદ જિલ્લામાં 15મા નાણાપંચની ગ્રાન્ટ મામલે ગુજરાત સરપંચ પરિષદના નેજા હેઠળ મંગળવારે કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજના પ્રતિનિધિને જિલ્લાના સરપંચો દ્વારા આવેદન આપીને વિવિધ માગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આવેદનમાં જણાવાયુ હતું કે, દાહોદ જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને અનુલક્ષીને 15માં નાણાપંચની ટાઇડ ગ્રાન્ટમાંથી પીવાના પાણીની યોજનાઓ માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડને જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા ફાળવી શકાશે.
જેમાં છ યોજનાનો સમાવેશ કરાયો છે. જેમાં 7મા મુદ્દા તરીકે બોરવીથ મોટર અને હેન્ડ પંપ પાણી પુરવઠા મીની સ્કીપનો પણ સમાવેશ થવો જોઇયે. 15મા નાણાપંચની કામગીરીમાં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી હોવી જોઇયે. ગ્રામ પંચાયતોની ખરીદી સરકાર દ્વારા જે.એમ પોર્ટલ દ્વારા કરવાનું નક્કી કર્યુ છે. જેમાં ભાવપત્રકોમાં વિસંગગતા આવતી હોવાથી આ ખરીદીમાં ગ્રામ પંચાયતોને મોટા પાયે નુકસાન થાય તેમ છે. જેથી જે.એમ પોર્ટની ખરીદી કરવાની રદ કરવુ જોઇયે.15મા નાણાપંચમાં નાણાકિય વહિવટ ડીઝીટલ એકાઉન્ટથી કરવા નક્કી કરવામાં આવ્યુ છે પરંતુ સરપંચ કે તલાટીને કોઇ તાલીમ નથી અપાઇ કે માહિતગાર કરવામાં આવ્યા નથી. જેથી 14મા નાણાપંચની ગાઇડ લાઇન મુજબ જ કામગીરી કરાવવા સહિતની માગણીઓ કરી તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની વિનંતિ કરવામાં આવી હતી.
Related News
ધરપકડ: દાહોદમાં દારૂ સાથે મહિલા ઝડપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
રાજકારણ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સહિત 300 કાર્યકરો ભાજપમાં જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલાRead More
Comments are Closed