માગણીઓ નહીં સ્વીકારાતાં રાજીનામા: દાહોદમાં આરોગ્ય વિભાગના તબીબ સહિતના 433 કર્મચારીઓના સામૂહિક રાજીનામા મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સમાન કામ, સમાન વેતનની માગ સાથે RBSK તબીબો સહિતના કર્મીઓ આંદોલન કરતા હતા: કરાર આધારિત કર્મચારીઓ મુંઝાયા
  • કોરોના કાળમાં PHC, CHC ઉપરની સેવાઓ બાધિત થવાનો ભય : 12 મેના રોજથી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી કામ કરતા હતા

દાહોદ જિલ્લામાં નેશનલ હેલ્થ મીશનમાં આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓ સમાન કામ, સમાન વેતન અને સમાન અધિકારની માગણી સાથે 12મી તારીખથી કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી રહ્યા હતાં. 14મી સુધી માગણીઓ નહીં સ્વિકારાય તો 15મી તારીખે સામુહિક રાજીનામા આપવાનું જણાવાયુ હતું.

કોઇ તમા નહીં લેવાતા અંતે 15મી તારીખે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા કરાર આધારિત RBSK તબીબ, આયુષ તબીબ, લેબ ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર, સીકલસેલ કાઉન્સિલર, ફાયનાન્સ આસિ., તાલુકા પ્રોગ્રામ કો.ઓ, CMCT સ્ટાફ દ્વારા સામુહિક રાજીનામાનો પત્ર વિભાગમાં આપ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા તમામ કર્મચારીઓના રાજીનામા મંજુર કરી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

આ બાબતથી કરાર આધારિત કર્મચારીઓ મુંઝ‌વણમાં મુકાઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું. જોકે, તબીબ સહિતના વિવિધ પદના 433 કર્મચારીઓના રાજીનામા એક સાથે મંજૂર કરવામાં આવતાં દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતાં PHC અને CHC ઉપરની તમામ સેવાઓ બાધિત થવાની ભીતિ સર્જાઇ રહી છે.

રાજીનામા સ્વીકારતા CDHOના પત્રમાં શું છે?
આપના દ્વારા તારીખ 15 મે 2021ના પત્રથી સમાન કામ, સમાન વેતન અને સમાન અધિકાર અંગેની રજુઆતોનું રાજ્ય સરકાર દ્વારા છ માસથી લેખિત રજૂઆતો છતાં હકારાત્મક ઉકેલ ન આવતાં કુલ 433 એન.એચ.એમ કર્મચારીઓના સામુહિક રાજીનામુ આપેલ છે. સબબ ઉક્ત વિગતો નિગાહે લઇ સંદર્ભ-2થી મળેલ મંજુરી અન્વયે તા.19/5/21થી આપના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે છે.

કર્મચારીઓએ તેમના આવેદનમાં શું લખ્યું હતું?
12/1/20ની માગણીઓને છ મહિના પુરા થયા છતાં હકારાત્મક વાચા મળી નથી. એક વર્ષથી અમે હાલની વિકટ પરીસ્થિતિમાં પણ જે રીતે કામ કરીએ છીએ તેને પણ ધ્યાને લેવાયું નથી. હકારાત્મક નિર્ણય માટે 12થી 14મે કાળીપટ્ટી ધારણ કરીશું. બાદમાં રાજીનામા અપાશે.

રાજીનામાં મંજૂર થતાં કયું કામ રોકાશે, આગળ શું?
નેશનલ હેલ્થ મીશનમાં કરાર આધારિત 433 કર્મીઓના રાજીનામા મંજુર કરી દેવાતા PHC અને CHC ઉપર આરોગ્યની સેવા બાધિત થઇ શકે છે. ધન્વંન્તરી રથની કામગીરી પણ તેમના દ્વારા જ કરાવાતી હતી, તે પણ બંધ થઇ શકે છે. હવે સરકારે નવેસરથી ભરતી કરવી પડે.

ધરણાં કરીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી
કર્મીઓએ જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગે બેઠકમાં નક્કી થયા બાદ અમે હડતાળ સમેટી હતી. સવારે હાજર થવા જતાં અમને રાજીનામા મંજુર કરાયાનું જણાવ્યું. જો આ મુદ્દે ધરણાં કે આંદોલન કરાશે તો તમામ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ કરવા ધમકી અપાઇ હતી.

કયા બ્લોકમાં કેટલા કર્મચારી ફરજાધિન હતા

દાહોદ 76
ઝાલોદ 77
સંજેલી 24
લીમખેડા 60
ફતેપુરા 71
ગરબાડા 26
ધાનપુર 45
દે.બારીયા 54

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: