“માં અમૃતમ કાર્ડ” અને “માં વાત્સલ્ય કાર્ડ” થી પણ ઘૂંટણ અને થાપાના ઓપરેશન થઇ શકશે : ગુજરાત સરકારની અગત્યની જાહેરાત

હવે ઘૂંટણના ઘસારો ધરાવતા દર્દીઓ માટે ખુશીના સમાચાર હવે “માં અમૃતમ”, “માં વાત્સલ્ય કાર્ડ” અને “આયુષ્યમાન કાર્ડ” અંતર્ગત નિઃશુલ્ક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન જેવા ખૂબ સરસ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઘૂંટણના રિપ્લેસમેન્ટ પ્રોસીજર બાબત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ માં / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે કુલ ૧૮૦૫ પ્રોસીજર માટે વાર્ષિક રૂપિયા ૫ (પાંચ) લાખ સુધીનો કેસલેસ લાભ આપવામાં આવે છે.
સદર યોજના હેઠળ રાજ્ય સરકારે “માં” અને “માં વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂપિયા ૫ (પાંચ) લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો કેસલેસ લાભ આપવા માટેનો નિર્ણય કરેલ છે જેથી તા.૧૪/૦૩/૨૦૧૯ થી યોજનાના લાયક લાભાર્થીઓને ઘુંટણ અને થાપાના રીપ્લેસમેન્ટની સારવાર માટે કેસલેસ લાભ આપવાના નક્કી થયેલ છે.
હવેથી “માં” / “માં વાત્સલ્ય” અને આયુષ્માન ભારત – પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કોઈ લાભાર્થીઓને ઘૂંટણના રીપ્લેસમેન્ટની સારવારની જરૂરિયાત હોય તેઓનું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / તબીબી અધિક્ષકએ ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે સદર લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે.
વધુમાં આપના જીલ્લામાં ઘૂંટણ રિપ્લેસમેન્ટ નોંધાયેલા લાભાર્થી દાવાઓમાંથી રેન્ડમ 10% લાભાર્થી દાવાઓનું વેરિફિકેશન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી /મ્યુન્સિપલ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કરવાનો રહેશે. તેમાં આ અંગેનો અહેવાલ દર માસે રાજ્યકક્ષાએ પાઠવી આપવાનો રહેશે. જેથી હવેથી જે કોઈ પણ વ્યક્તિના ઘૂંટણ અથવા થાપા રીપ્લેસમેન્ટ કરવા ના હોય અને જેની પાસે માં અમૃતમ કાર્ડ કે મા વાત્સલ્ય કાળ હશે તેને આ યોજનાનો લાભ મળી શકશે જેનાથી ઘૂંટણ અને થાપાના દર્દીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને ગુજરાતની જનતા રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે.


Related News

Comments are Closed

%d bloggers like this: