માંગ: દાહોદથી ગરબાડા રાત્રીના 9 પછીની બસ શરૂ કરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડાએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

દાહોદથી ગરબાડા જવા માટે રાત્રીના સમયે નવ વાગ્યા પછી એક પણ બસ નથી છેલ્લા ઘણા સમયથી રાત્રીની બધી જ બસો બંધ કરી દેવાતા ગરબાડાના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને રજૂઆત કરાઇ હતી. ગ્રામજનોની રજૂઆતના પગલે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડે દાહોદ ડેપો મેનેજરને પત્ર લખી દાહોદથી ગરબાડા આવવા માટે રાત્રીના 9 પછીની નવી બસ સેવા શરૂ કરવા માગણી કરી હતી. ગરબાડા તાલુકાના ગામના લોકો અમદાવાદ બરોડા જેવા શહેરોમાં કામ અર્થે જાય છે, જે સાંજે પરત આવતા દાહોદ આવીને અટવાઈ જવાનો વારો આવે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: