માંગણી: સંજેલી મામલતદાર સ્ટાફ નિવાસના રોડને રીપેર કરવાની વ્યાપક માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા સંજેલી નગરમાં આવેલ મામલતદાર સ્ટાફ નિવસ પાસેનો રસ્તો જે સંજેલીથી માંડલી ગોધરા, પીપલોદ, રંધીકપુરનો મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા દિવસથી આ રસ્તા ઉપર નાનામોટા ખાડા પડી ગયેલ છે. ખાડાના કારણે આવતા જતા વાહન ચાલોકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આર.સી.સી રોડ હોવા છતાં પણ ચોમાસા પછી પણ જે તે જવાબ દાર કચેરીઓના અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા આ જ દિન સુધી રીપેર થયો નથી. રોડ ઉપર અનેક જગ્યાએ નાના મોટા ખાડા હોવાના કારણે નાના મોટા વાહન ચાલકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ તેમજ નાની ગાડીઓને નુકસાન પણ થતું હોય છે. ત્યારે વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી વાહન ચાલોકોની માંગ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: