મહિલા શક્તિને નમન: દાહોદ જિલ્લામાં સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢી વર્ષ મહિલાઓનું રાજ રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ પાલિકા, જિ. પં., 5 તા. પં.માં મહિલાઓ પ્રમુખ સ્થાને રહેશે : 9 પૈકીની 4 જ તા. પં.માં ST સામાન્ય પ્રમુખ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે ન ધારેલી જીત મેળવીને કોંગ્રેસને કોરાણે કરી દીધી છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયત અને પાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. ત્યારે રોટેશન મુજબ આગામી અઢી વર્ષ માટે દાહોદ જિલ્લામાં મહિલાઓનું રાજ રહેશે. જિલ્લા પંચાયત સાથે પાંચ તાલુકા પંચાયત અને દાહોદ પાલિકામાં પ્રમુખ તરીકે મહિલાઓ સાશન કરશે. જિલ્લાની માત્ર ચાર જ તાલુકા પંચાયત એવી છે જ્યારે પ્રથમ અઢી વર્ષ એસ.ટી સામાન્ય એટલે કે પુરૂષને પ્રમુખ તરીકે બેસાડવાનો માર્ગ ખુલ્લો છે.

દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોમાંથી 43, તાલુકા પંચાયતની 238 બેઠકમાંથી 198 અને દાહોદ નગર પાલિકાની 36 બેઠકમાંથી 31 બેઠકો મેળવીને ભાજપે દરેક જગ્યાએ સ્પષ્ટ બહુમતિ મેળવી છે. આ વખતે પ્રથમ અઢી વર્ષના પ્રમુખના રોટેશનમાં મહિલાઓને પ્રાધાન્ય મળ્યુ છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે એસ.ટી મહિલા પ્રમુખ તરીકે બિરાજશે.

તેવી જ રીતે જિલ્લાની ગરબાડા, સિંગવડ, દેવગઢ બારિયા, ફતેપુરા અને ધાનપુર તાલુકા પંચાયતમાં એસ.ટી મહિલાઓને જ પ્રમુખ બનાવવામાં આવશે. દાહોદ નગર પાલિકામાં પણ પ્રથમ અઢી વર્ષ માટે જનરલ મહિલાને પ્રમુખ તરીકે બેસાડવામાં આવશે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રભુત્વ હજી વધ્યુ હોવાનું જોવાઇ રહ્યું છે. જિલ્લામાં પ્રથમ અઢી વર્ષ માટે ઝાલોદ, લીમખેડા, દાહોદ અને સંજેલીમાં જ એસ.ટી સામાન્ય પ્રમુખ તરીકે આપવામાં આવી છે. આ ચાર તાલુકા પંચાયતમાં પુરૂષ પ્રમુખ સાથે મહિલાને પણ પ્રમુખ બનાવવી હોય તો કોઇ બાધ નડતો નથી.

કઇ તાલુકા પંચાયતમાં કેટલી મહિલા વિજેતા

તા.પંચાયત કુલ બેઠક મહિલા પુરૂષ
ઝાલોદ 38 22 16
લીમખેડા 24 14 10
ગરબાડા 24 14 10
સિંગવડ 18 11 7
દાહોદ 38 21 17
દે.બારિયા 28 17 11
સંજેલી 16 8 8
ફતેપુરા 28 16 11
ધાનપુર 24 13 11
જિ.પચાયત 50 30 20
દાહોદ પાલિકા 36 18 18

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: