મહિલા શક્તિને નમન: અભલોડ ગામની આદિવાસી મહિલાઓ પગરખાં બનાવી પગભર થવાની દિશામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા41 મિનિટ પહેલાલેખક: યશવંત રાઠોડ

  • કૉપી લિંક
અભલોડમા વિવિધ ડિઝાઇનના પગરખા બનાવીને સખી મંડળની બહેનો પગભર થઇ રહી છે. - Divya Bhaskar

અભલોડમા વિવિધ ડિઝાઇનના પગરખા બનાવીને સખી મંડળની બહેનો પગભર થઇ રહી છે.

  • સખીમંડળ દ્વારા દોઢ લાખના રોકાણથી કામ શરૂ કર્યુ : તાલીમ બાદ 300 જોડી જૂતા બનાવ્યા

અભલોડ ગામની આદિવાસી મહિલાઓએ મિશન મંગલમ્ દ્વારા ગામમાં નાના-નાના સખી મંડળો બનાવી આર્થિક સદ્ધરતા આવે તે માટે સરકાર દ્વારા સખી મંડળોને સહાય અને લોન આપવાાં આવે છે. ત્યારે અભલોડની જય શ્રીરામ મહિલા સખી મંડળની 10 બહેનો દ્વારા 1,50,000ના રોકાણમાં પગરખા બનાવવાના મશીનો વસાવ્યા અને પગરખાની તાલીમ લીધા બાદ આ મહિલાઓએ પગરખા બનાવવાનું કાચું મટીરીયલ અમદાવાદથી ખરીદ્યુ.

અભલોડમા વિવિધ ડિઝાઇનના પગરખા બનાવીને સખી મંડળની બહેનો પગભર થઇ રહી છે.

અભલોડમા વિવિધ ડિઝાઇનના પગરખા બનાવીને સખી મંડળની બહેનો પગભર થઇ રહી છે.

મહિલાઓનો ટાર્ગેટ 3000 જોડી જૂતા બનાવવાનો છે. હાલ તેમણે 300 જોડી પગરખા તૈયાર કરી દીધા છે. અવનવી ડિઝાઈન અને સારી ગુણવત્તાના પગરખા બનાવતા તેમને અંકલેશ્વરના એક હોલસેલ વેપારી દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો. આવનાર 21 તારીખે ગુજરાત સખીમંડળના સમૂહ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર સરસ મેળામાં પણ આ મહિલાઓ સ્ટોલ ઊભો કરીને પણ પગરખાં વેચાણ કરશે. આમ આદિવાસી વિસ્તારની મહિલાઓએ ઘરે બેઠા કામ અને સારી રોજગારી મળી રહેશે.

60 સખી મંડળ કાર્યરત
અમારા ગામમાં 60 સખીમંડળો કાર્યરત છે અમે 10 મહિલાઓ એ પગરખા બનાવીને સ્વરોજગારી મેળવી છે એવી રીતે અમે આવનાર સમયમાં 60 સખીમંડળ ની 600 મહિલાઓને અલગ-અલગ ધંધાની તાલીમ આપી આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ કરીશું. – શારદાબેન સોમાભાઈ પરમાર, પ્રમુખ-જયશ્રીરામ મહિલા સખીમંડળ

દાહોદ શહેરમાં સંસ્કાર એડવેન્ચર ગૃપના ઘનશ્યામભાઇ સોલંકી સહિતની ટીમ દ્વારા શેઠ શ્રી ગીરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે પોલીસ તાલીમાર્થી સહિતની યુવતીઓમાં સાહસિક પ્રવૃતિના વિકાસ માટે વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. કુદરતી આફત કે કોઇ અકસ્માત અને વખતે લોકોને મદદ રૂપ થવા સાથે સ્વસુરક્ષા અંગેના વિવિધ નિદર્શન કરાવવામાં આવ્યા હતાં. જેમાં સાથી યુવતીઓને સરળતાથી ચાલતી યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: