મન્ડે પોઝિટિવ: માછલિયા ઘાટ પર 800 મીટરના બ્રિજ બનશે, ડુંગર કાપીને કર્વ વગરનો ફોરલેન બનાવાશે

દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • દાહોદ તરફથી રોજ 5000 વાહનો જાય છે : કામગીરી માટે કંપની 150થી વધુ મશીનો અને 500થી વધુ કર્મી જોતરશે
  • એપ્રિલ 2023 સુધી ઘાટ સેક્શનનું કામ પૂર્ણ થશે,એક ઓવર પાસ પણ બનાવાશે

બૈતુલ-અમદાવાદ હાઇવેના ઇન્દોરથી ગુજરાત રાજ્યના દાહોદની હદ સુધી બનનારા ફોરલેનના બાકી રહી ગયેલી 16 કિમીની હવે ઝડપી કામગીરી કરાઇ રહી છે.દતીગાંવથી માંડીને રાજગઢ વચ્ચે ચોવીસે કલાક મશીનો ધમધમતા જોવા મળી રહ્યા છે. આ સિવાય હવે માછલિયા ઘાટ માટે પણ તૈયારીઓ શરૂ કરાતાં થોડાક જ સમયમાં એપ્રુવલ મળવાની આશા સેવાઇ છે.

એગ્રીમેન્ટ બાદ કોરોનાથી વિલંબ થયો હતો. નિર્માણકર્તા કંપનીએ 12 એપ્રિલના રોજ NHAI સાથે એગ્રીમેન્ટ કર્યુ છે. તેને 24 માસમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીના એન્જીનિયર્સોએ માછલિયા ઘાટનો સર્વે પણ કરી લીધો છે. ઘાટ સેક્શન પર વળાંક વગર સીધો ફોરલેન બનશે. 2 મીટરથી માંડીને 10 મીટર સુધી ડુંગર કાપશે અને રસ્તાને ઉપર સુધી લઇ જવા માટે બ્રિજ પણ બનાવાશે. પ્રારંભમાં 800 મીટરના બ્રિજ બનાવવાનું પ્લાનિંગ છે.

નવા ફોરલેનનો કેટલોક ભાગ જુના રસ્તા પર જ આવી જશે.માછલિયા ઘાટ પૂર્ણ થયા પછી ટ્રાફિક પહેલાની જેમ જ પૂર્વવત રહેશે. નવો રસ્તો તેની વચ્ચે નહીં આવે. આખો એલાઇમેન્ટ જ નવો રહેશે. એક ઓવરપાસ પણ બનાવાશે. હાલમાં કંપનીએ સમારકામ સાથે રસ્તો પહોળો કરાવતાં વાહન ચાલકોને થોડીક રાહત થઇ છે.

11 વર્ષ પહેલાં કામ શરૂ થયું હતુું
ઇન્દોરથી દાહોદની હદ સુધીના 155 કિમીને ફોરલેન બનાવવાનું કામ 11 વર્ષ પહેલાં શરૂ થયું હતું. 139 કિમી રસ્તો બન્યા બાદ રાજગઢ પાસે ખરમોર અભ્યારણ હોવાથી અને માછલિયા ઘાટ માટે પુરતુ બજેટ ન હોવાથી 16 કિમીની કામગીરી અધુરી રહી હતી. હવે પૂર્ણ કરવા માટે 211 કરોડના ટેન્ડરીંગ બાદ નવી કંપનીએ કામ શરૂ કર્યું છે.

ઘાટ ઉપર પણ ઝડપી કામ થશે
હાલમાં દતીગાંવથી રાજગઢ વચ્ચે ઝડપી કામગીરી ચાલી રહી છે. ડ્રોઇંગ ફાયનલ થયા બાદ આ ઝડપ ઘાટ ઉપર પણ જોવાશે. અહીં કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે 150થી વધુ મશીન અને 500થી વધુ કર્મચારીઓને કામગીરીમાં જોતરવામાં આવશે.>સૌરભ લાંબા, કંપની અધિકારી

4 કિમીના 9 વળાંક કપાશે, જામથી રાહત મળશે
ફોરલેન બન્યા બાદ અહીં રોજ લાગતા ટ્રાફિક જામ અને અકસ્માત સાથે લૂંટની ઘટનાઓની શંકાથી મુક્તિ મળશે. ઘાટના 4 કિમીના 9 વળાંક ફોરલેન બન્યા બાદ કપાશે. નિર્માણ માટે હાલ સરકાર પૈસા આપે છે. કામ પૂર્ણ થયા બાદ ટોલથી તેની ભરપાઇ કરાશે. દાહોદની બોર્ડરથી માંડીને ઇન્દોર સુધી બે ટોલ જ રહેશે. નવા ભાગમાં કામ કરતી કંપનીને તેમાંથી નક્કી કરેલા રૂપિયા આપશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: