મન્ડે પોઝિટિવ: દિવંગતના સ્વજન પાસે વૃક્ષારોપણના સંકલ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
ભરાવામાં આવતું સંમતિપત્ર - Divya Bhaskar

ભરાવામાં આવતું સંમતિપત્ર

  • દાહોદમાં સ્મશાનમાં સંમતિપત્ર ભરાવી પર્યાવરણના જતનની અપીલ

દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલમાં કોરોનાના પ્રકોપથી સૌ કોઇ ભયભિત છે. કોરોના અને તે સિવાય કુદરતી મરણનો આંક પણ આ દિવસોમાં વધ્યો હોવાથી સ્મશાનમાં મોડી રાત સુધી ધમધમાટ જોવા મળે છે.ઓક્સિજન ઓછુ થઇ જવાના લક્ષણો લોકોને સૌથી વધુ પજવી રહ્યા છે અને તે જીવલેણ પણ સાબિત થઇ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે સ્મશાનમાં સેવા કરતી સમીતીએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે.

આ પ્રયોગ હેઠળ સ્મશાનમાં અંતિમવિધિ માટે લવાતા દિવંગતના સ્વજન પાસે સ્મશાનમાં વૃક્ષારોપણ કરવાનું એક સમંતિપત્રક ભરાવવામાં આવી રહ્યું છે. સંમતિપત્રમાં વૃક્ષારોપણ કરવાની અપીલ છે અને સ્વજનના નામે વૃક્ષારોપણ કર્યા બાદ તેનો ફોટો પાડીને સમીતીને મોકલવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. પર્યાવરણના જતન માટે સમીતી દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રયોગની સરાહના કરાઇ રહી છે.

શું સંકલ્પ લેવડાવાય છે
આજે આ કોરોના મહામારીના સમયમાં ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ મહામારી માટે ક્યાંક પર્યાવરણનો થઇ રહેલો વિનાશ પણ એટલો જ જવાબદાર છે. જ્યારે અમારા સ્વજનના અંતિમ સંસ્કારમાં પણ આટલા લાકડા વપરાઇ રહ્યા છે. ત્યારે અમે નવા વૃક્ષો વાવવા અને તેને ઉછેરવા તથા પર્યાવરણનું જતન કરવુ તે અમારી નૈતિક ફરજ સમજીયે છીયે. જેથી અમો આજે સ્વજનના અંતિમ સંસ્કાર સમયે અમારા સ્વજનને તથા પ્રકૃતિ માતાને સાક્ષી રાખી સંકલ્પ કરીયે છીયે કે, અમારા સ્વજનના સ્મર્ણાર્થે, વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે અને અમારી આવનારી પેઢીને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે અને આવનારી પેઢીને ક્યારે આવી મહામારી ન જોવી પડે તે માટે ઓછામાં ઓછુ એક વૃક્ષ અવશ્ય વાવીશુ અને તેનો પોતાના પરિવારની જેમ ઉછેર કરીશું. આ સિવાય પર્યાવરણના જતનના પણ સંકલ્પ લેવડાવાય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: