મનરેગા યોજનાના 75 કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

દાહોદ, ફતેપુરા, ઝાલોદમાં લઘુત્તમ વેતનની માંગ કરવામાં આવી : બંને સ્થળે TDOને આવેદન આપ્યું વર્ષ 2011થી દર માસે…

 • Dahod - latest dahod news 022628

  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા પંચાયતમાં માનરેગા યોજનામાં પાયાની કામગીરીમાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક સહિતના કર્મચારીઓને વર્ષ 2011માં ભરતી દરમિયાનથી દર માસે રૂપિયા 4000 ચૂકવવામાં આવે છે.

  મોંઘવારીને કારણે કર્મીઓ આર્થિક ભીંસમાં હોવાથી ગુજરાત મઝદૂર સભાના બેનર હેઠળ ગ્રામ વિકાસ કમિશ્નરને સંબોધીને ત્રણ તાલુકાના 750 કર્મચારીઓએ દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યા હતાં. આવેદનમાં જણાવાયું હતું કે, અમને એકજ ગ્રામપંચાયત માં ભરતી કરેલી ચાર હજાર રૂપિયા ફિક્સ વેતનમાંઅને ફકત મનરેગા યોજનાનીકામગીરી કરવાની પરંતુ અત્યારે નવી જીવીસી તરીકે સમાવીને પાચ પાચ જેટલી પંચાયતો ફાળવી અને આવાસ, મનરેગા, મિશનમંગલમ, સ્વચ્છ ભારત મિશન,અને હરિયાળી વૉટરસેડ જેવી તમામ યોજનામા ફરજ બજાવી છીએ.

  તમામ યોજનામાં ફરજ બજાવતા કૉન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓને કામગીરી સરખી પણ પગાર ધોરણ અલગ અલગ છે. અમે ગ્રામરોજગાર સેવકોને પાંચ યોજનાની મહત્વની કામગીરી કરીએ છીએ છતાં અમને માસિક ચાર હજાર ફિક્સ વેતન ચુકવવામાં આવે છે. ત્રણ દિવસમાં જુની તારીખથી 15 ટકા પ્રમાણે વધારો અને ઓછામાં ઓછુ 8 હજાર વેતન નહીં કરાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

  દાહોદમાં મનરેગાના કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  ફતેપુરામાં પણ મનરેગાના કર્મચારીઓએ પોતાની માંગો સંદર્ભે ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું.

 • Dahod - latest dahod news 022628

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: