મધમાખીનો હુમલો: દાહોદના ગરબાડામાં મધમાખીના ઝુંડે હુમલો કરતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, ત્રણને સારવાર માટે ખસેડવા પડ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદના ગરબાડામાં મધમાખીના ઝુંડે હુમલો કરતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, ત્રણને સારવાર માટે ખસેડવા પડ્યા
ગરબાડાના ઝરીબુઝર્ગ ગામની ઘટના ટ્રેકટરમાં ઘઉં ભરતી સમયે હુમલો
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ મધમાખીઓના ઝૂંડે ઓચિંતો હુમલો કરતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થવા પામ્યો છે. આ મધમાખીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ ત્રણ વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ નાડ ફળિયામાં સાંજના સુમારે ફતેસીંગ કુકાભાઈ નળવાયા, રાધુભાઈ માનસીંગભાઈ નળવાયા, મહેશભાઈ મંગાભાઈ ગોહિલ, મડીબેન પાંગળાભાઈ નળવાયા તથા અલ્પેશભાઈ રમેશભાઈ ઝણીયા ટ્રેક્ટરમાં ઘઉં ભરતા હતા.તે સમયગાળા દરમ્યાન મોટી મધમાખીના ઝૂંડે ઓચિંતો હુમલો કરતાં એક તબ્બકે અફરા તફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.તે સમયે ત્યાં હાજર એક મહિલા સહીત પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.જેમાં ત્રણ વ્યક્તિઓને મધમાખીએ વધારે ડંખ મારતા તેઓને વધુ ઇજાઓ થતા આ ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક ગરબાડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed