મંજૂરી: દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળનું રૂા.100 કરોડના 5324 કામોનું આયોજન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વિવિધ ક્ષેત્રમાં જનકલ્યાણના કામોનું આયોજન પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા સમક્ષ રજૂ કરાયું
  • પ્રાયોજના વહીવટદારે સમગ્ર આયોજન પ્રસ્તુત કર્યું

ગુજરાત પેટર્ન હેઠળ દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રમાં જનકલ્યાણના કામો કરવા માટે રૂા.100 કરોડના ખર્ચથી 5324 કામોનું આયોજન પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા સમક્ષ રજૂ કર્યું હતું. આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોનું આયોજન બનતી ત્વરાથી થાય અને શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ થાય એ બાબતની સૂચના મંત્રીએ આપી હતી.

પ્રભારી મંત્રી વસાવાએ જણાવ્યું કે, જિલ્લામાં જનપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી કોરોનાને કાબૂમાં લાવી શકાયો છે. તબીબો અને આરોગ્ય સેનાનીઓના અથાક પ્રયત્નોને પરિણામે દાહોદ જિલ્લા કોરોનાના કહેરથી મુક્ત થવા જઇ રહ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, તજજ્ઞો એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંપૂર્ણ શક્યતા છે.

હવે કોરોના સામે વ્યક્તિગત સાવચેતી અને વેક્સીન ઇલાજ છે. આદિવાસી સમાજે કોઇ પણ ખોટી વાતોમાં દોરવાયા વિના કે અંદ્ધશ્રદ્ધામાં માન્યા વિના તુરંત રસી મૂકાવી દેવી જોઇએ. જો રસી મૂકાવી હશે તો જ કોરોના વાઈરસની ત્રીજી લહેરમાંથી બચી શકાશે. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર બી. ડી. નિનામાએ સમગ્ર આયોજનનું પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: