ભેળસેળિયા દંડાયા: દાહોદ અને ગરબાડામાંથી લીધેલા વેપારીઓની દુકાનના સેમ્પલ નુકસાનકારક જાહેર થતા દંડ ફટકાર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદમાં પિસ્તા નાનખટાઈનો નમુનો લઈ લેબમાં મોકલ્યો હતો ગરબાડામાંથી લીધેલા કાળામરીના સેમપ્લ ફેલ થયા
દાહોદ જિલ્લામાં દોહાદ અને ગરબાડામાં બે અલગ-અલગ વેપારીઓને ત્યાં દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ મિસ બ્રાન્ડેડ સાબિત થતા નિવાસી અધિક કલેકટર દ્વારા આ બંને વેપારીઓને કુલ રૂપિયા 47 હજારનો દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કલેક્ટર દ્વારા વેપારીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો
પ્રથમ કેસમાં રેલવે સ્ટેશન રોડ દાહોદ ખાતે આવેલ શંકરલાલ ગોપાલદાસ લખવાણીની દુકાનમાં ગત તારીખ 4 નવેમ્બર 2020 ના રોજ તેઓની દુકાનમાં વેચાતું પિસ્તા નાન ખટાઇનો નમુનો લેવામાં આવ્યો હતો. આ નમુનો ફુડ વિભાગ દ્વારા પૃથ્થકરણ માટે રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો. જે રિપોર્ટનો અહેવાલ તારીખ 1 ફેબ્રુઆરી 2021 ના રોજ આવતા અને તેમાં આ પિસ્તા નાનખટાઈ મિસ બ્રાન્ડેડ જાહેર થતા દાહોદ અધિક કલેકટરની કોર્ટમાં આ કેસ ચલાવ્યા હતા. અધિક કલેક્ટર દ્વારા આ વેપારીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે.
કલેકટર દાહોદ દ્વારા 22 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
બીજા કેસમાં સ્ટેશન રોડ ગરબાડા ખાતે ઈબ્રાહીમ ફકરૂદ્દીન કાપડીયાની દુકાનમાં ગત તારીખ 09 ઓક્ટોબર 2020 ના રોજ ફુડ વિભાગની ટીમે કાળામરીના નમુનાને ભુજ ફુડ એનાલિસ્ટ ખાતે મોકલી આપ્યો હતો. જેનો રીપોર્ટ તારીખ 14 ડિસેમ્બર 2020ના રોજ આવ્યો હતો. જેમાં આ નમૂનો સબ બ્રાન્ડેડ તેમજ નુકસાનકારક જણાતા નિવાસી અધિક કલેકટર દાહોદ દ્વારા 22 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed